Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાશ્મીર અંગે પીઓકે સિવાય કોઈ વાતચીત નહીં: જયશંકર
નવી દિલ્હી તા. ૧૬: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ઘૂંટણિયે પડયું છે. પાકિસ્તાનના શાહબાઝે કહ્યું અમે શાંતિ મંત્રણા માટે તૈયાર છીએ. જો કે, પહેલેથી ભારતે સ્પષ્ટ કર્યુ છે કે પીઓકે સિવાય કાશ્મીર અંગે કોઈ વાત નહીં થાય.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરૂવારે (૧૫ મે) ભારત સામે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાન શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે.
ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પંજાબના કામરા એરબેઝની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે અધિકારીઓ અને સેનાને સંબોધન કરતા ઓપરેશન સિંદૂર હેઠળ ભારત-પાકિસ્તાન તણાવ પર વાત કરી અને કહૃાું કે, અમે ભારત સાથે શાંતિ પર વાત કરવા તૈયાર છીએ, જેમાં કાશ્મીરનો મુદ્દો પણ સામેલ હશે.
આ સંબોધન દરમિયાન પાક. વિદેશ મંત્રી ઇશાક ડાર, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ, સેના પ્રમુખ જનરલ મુનીર અને વાયુસેના પ્રમુખ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ પણ સામેલ હતા.
કાશ્મીર મુદ્દે વાત કરતા શાહબાઝ શરીફે કહૃાું કે, 'ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે. ભારત હંમેશાં ભાર મૂકે છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તેમનો વિભન્ન ભાગ છે અને હંમેશાં રહેશે.'
બીજી તરફ ભારત તરફથી પાકિસ્તાનની આ ઑફર પર કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. જોકે, ગુરૂવારે હોંડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટપણે કહી દીધું હતું કે, કાશ્મીર પર ચર્ચા ફક્ત એક જ વાત વધી છે કે, પાકિસ્તાન પીઓકે (પાક. અધિકૃત કાશ્મીર)માં ગેરકાયદે કબ્જા કરેલા ભારતીય વિસ્તારને ક્યારે ખાલી કરશે?
નોંધનીય છે કે, પહલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત પછી ભારત સરકારે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં ૧૦૦થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં. વળી, પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનના નૂર ખાન, રફીકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, ચુનિયન સહિતના એરબેઝનો ખાત્મો કર્યો હતો.
શાહબાઝના શાંતિ પ્રસ્તાવ અંગે ભારતમાં એવો કટાક્ષ થઈ રહ્યો છે કે બસ, એક ઓપરેશન જ કર્યુ ત્યાં હેંકડી નીકળી ગઈ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial