Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા પાસે ઓવરબ્રિજ નજીક ટ્રકે યુવાનને ચગદી નાખ્યાઃ વસઈ ગામ પાસે થયો અકસ્માત

ભોગાતના અકસ્માતની પોલીસમાં ફરિયાદઃ કુરંગા નજીક ટ્રેક્ટરની ઠોકરે યુવક ઘવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: કલ્યાણપુરના ભાટીયા જૂના ગામના પુલ પાસેથી પસાર થતાં એક યુવાનને ટ્રકે ચગદી નાખ્યા છે. આ યુવાનનું મૃત્યુ થયું છે. ગઈકાલે ભોગાતમાં સર્જાયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત દ્વારકા, સોમનાથ હાઈવે પર એક ટ્રેક્ટરે અકસ્માત સર્જતા કુરંગા ગામના યુવાન ઘવાયા છે. ગઈકાલે સવારે જામનગર, ખંભાળિયા રોડ પર વસઈ પાસે એક મોટરની ઠોકરે ચઢી ગયેલા બાઈકચાલકને ઈજા થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા જૂના ગામમાં રહેતા જયભાઈ કરશનભાઈ રાવલીયા નામના ત્રીસ વર્ષના યુવાન બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે ભાટીયા ઓવરબ્રિજ નજીક ચાલીને જતા હતા ત્યારે જીજે-૨૫-યુ ૮૧૩૨ નંબર ટ્રકે ઠોકર મારી પછાડી દીધા હતા. ગંભીર ઈજા પામેલા જયભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મામા સામતભાઈ મારખીભાઈ ચાવડાએ ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના ત્રણ રસ્તા પાસેથી ગઈકાલે સવારે સાડા નવેક વાગ્યે ખંભાળિયા તાલુકા ના ભાણખોખરી ગામના ધીરજલાલ જમનાદાસ મેસવાણીયા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ પોતાના મોપેડ પર જતા હતા ત્યારે જીજે-૩૭-ટી ૮૩૦૮ નંબરના ડમ્પરે તેઓને હડફેટે લીધા હતા. ચગદાઈ જવાથી ધીરજલાલનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર અને સમાણા એરફોર્સ સ્ટેશનમાં નોકરી કરતા યોગેશભાઈ મેસવાણીયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં રાવ કરી છે.

દ્વારકા તાલુકાના કુરંગા ગામ પાસેથી ગઈ તા.૧૧ની સાંજે લખમણભાઈ સતુભા માણેક નામના યુવાન પસાર થતા હતા ત્યારે જીજે-૩૭-જે ૨૭૬૪ નંબરના ટ્રોલીવાળા ટ્રેક્ટરના ચાલક ખીમાભાઈ ડોસાભાઈ ભાતાણીએ અકસ્માત સર્જતા રોડ પર પછડાયેલા લખમણભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે.

જામનગરના ગોકુલનગર નજીક આવેલી સાયોના શેરીમાં રહેતા જગદીશભાઈ મોહનભાઈ સોનગરા ગઈકાલે સવારે જીજે-૧૦-ડીક્યુ ૩૩૦૨ નંબરના બાઈક પર ભાટવડીયા ગામ જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-બીઆર ૭૬૪૪ નંબરની મોટરે ટક્કર મારી હતી. માથામાં ઈજા પામેલા જગદીશભાઈને સારવારમાં ખસેડાયા છે. કંકુબેન મોહન ભાઈ સોનગરાએ સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh