Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓનલાઈન ગેમીંગ-સાયબર ફ્રોડના નાણાની લેતીદેતીઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમીંગથી કરાતી છેતરપિંડી અંગે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કેટલાક બેંક એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે જામનગરના એક તથા રાજકોટના બીજા શખ્સની રૂ.૯ લાખ રોકડા સાથે અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જુદા જુદા અરજદારો દ્વારા તેઓની સાથે થયેલા છળકપટ અંગેની કરવામાં આવેલી અરજીના અનુસંધાને કેટલાક બેંક એકાઉન્ટ પર નજર રખાઈ રહી છે.
તે દરમિયાન અમૂક બેંક ખાતામાં મોટી રકમની લેવડ દેવડ જણાઈ આવતા તે ખાતા અંગે વિગતો કઢાવાઈ હતી. જેમાં જામનગરના રામેશ્વર નગર નજીક મધુવન પાર્કમાં રહેતા હર્ષિલ રમેશભાઈ મુંજપરા ઉર્ફે મોન્ટી નામના આસામીના બેંક ખાતાની વિગતો ધ્યાને આવી હતી.
આ શખ્સ અને તેના મળતીયાઓ સજુબા હાઈસ્કૂલ પાસે એસબીઆઈ નજીક પૈસાની લેવડદેવડ કરી રહ્યા હોવાની બાતમી મળતા પીઆઈ આઈ.એ. ધાસુરા તથા સ્ટાફના બી.એ. જાડેજા, કે.વી. જાડેજા, પ્રણવ વસરાએ ત્યાં ધસી જઈ હર્ષિલ મુંજપરા તથા રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા ભદ્રેશ નરેશ ભાઈ વિપાણી નામના બે શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સોના કબજામાંથી રૂ.૯ લાખ રોકડા કબજે કરાયા છે. તે રકમ અંગે કોઈ આધાર પુરાવા રજૂ ન થતાં તે રકમ કબજે કરી બંને શખ્સની અટકાયત કરાઈ છે. આ શખ્સો સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમીંગ માટે બેંક એકાઉન્ટમાં થતી નાણાની ગેરકાયદે લેવડદેવડ કરતા હોવાની આશંકા સેવી બંનેની પૂછપરછ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial