Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અફઘાનિસ્તાનમાં પણ ૪ની તિવ્રતાથી ધરા ધ્રુજી
બેઈજીંગ તા. ૧૬: આજે સવારે ચીનમાં ૪.૫ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. અફઘાનિસ્તાનમાં પણ ચારની તીવ્રતાથી ધરતી ધ્રુજી છે.
આજે સવારે ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેના એકસ હેન્ડલ પરથી પોસ્ટ કર્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. ભારતીય સમય મુજબ ૧૬ મેના સવારે ૬:૨૯ વાગ્યે ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા, જેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. જોકે, આમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ પહેલા ૧૨ મેના રોજ પણ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૧૨ મેના સવારે ૫:૧૧ વાગ્યે દક્ષિણપશ્ચીમ ચીનના શિનજિયાંગ સ્વાયત્ત પ્રદેશના લ્હાઝે કાઉન્ટીમાં ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી અને પાણી, વીજળી, રસ્તાઓ અને સંદેશાવ્યવહાર સહિત આવશ્યક માળખાને કોઈ નુકસાન થયું નથી, એમ સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે.
ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (સીઈએનસી) એ જણાવ્યું હતું કે ભૂકંપ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ૨૮.૯૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૮૭.૫૪ ડિગ્રી પૂર્વ રેખાંશ હતું.
અફઘાનિસ્તાનમાં પણ રાત્રે ૧ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪ માપવામાં આવી હતી. નેશનલ સેન્ચર ઑફ સિસમોલોજી (એનએસસી) દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માનહાનિના સમાચાર સામે નથી આવ્યા. એનએસસીના જણાવ્યા અનુસાર, ભૂકંપ અડધી રાત્રે ૧૨:૪૭ (ભારતીય સમયાનુસાર) આવ્યો હતો. જેનું કેન્દ્ર ૧૨૦ કિલોમીટર ઊંડું હતું. એનએસસીએ આ ભૂકંપની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરી હતી.
ભારતીય અને યુરેશિયન પ્લેટોની વચ્ચે સક્રિય ટેક્ટોનિક સીમા પાસે સ્થિત હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપ આવવો સામાન્ય વાત છે. સ્થાનિક અધિકારી સ્થિતિ પર નજર રાખી રહૃાા છે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં ૩૦ એપ્રિલથી અત્યાર સુધી ૫ વાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ ચૂક્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial