Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ૩૬. પ ડીગ્રી નોંધાયું હતું તેમજ ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા પ્રજાજનોએ ગઈકાલે પણ અસહ્ય બફારો અનુભવ્યો હતો.
જામનગરમાં બુધવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૬.પ ડીગ્રીઅ સ્થિર રહ્યો હતો, જ્યાર નહીંવત્ વધીને લઘુતમ તાપમાન ર૮.૬ ડીગ્રી રહ્યું હતું.
વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલ પણ બફારાથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial