Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા પ્રમુખ, હોદ્દેદારો ચૂંટાયા છે ત્યારે
ખંભાળીયા તા. ૩: ખંભાળીયા નગરપાલિકાના ભાજપના સદસ્યો દ્વારા તેમના વોર્ડ નં. ૨ના મહત્ત્વના ૨૩ મુદ્વાની રજૂઆત પાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખ, હોદ્દેદારો સમક્ષ કરી છે.
વોર્ડ નં. ૨ માં સર્વે કરી ભૂગર્ભ ગટર યોજના અમલમાં મુકવા, તમામ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લગાવી ગ્રામ પંચાયતના કનેકશનો પાલિકામાં ફેરવવા, પીવાના પાણી માટે મેઈન લાઈનો નાખવી તથા જોડાણો આપવા તથા ડોર-ટુ-ડોર કચરા કલેકશન શરૂ કરવું, તેલી નદીના ડ્રેનેજના કામ થતાં અવરોધો દૂર કરવા, વરસાદી પાણી માટે ગેપ રાખવા, મહાપ્રભુજીની બેઠકથી આગળ ડ્રેનેજ લાઈન નાખવી, છબીલા હનુમાન પાસે બગીચો, પુસ્તકાલય બનાવવું, પડતર તથા ખાલી જમીનો પર બાવળ દૂર કરવા, વોર્ડ નં. ૨ના વિસ્તારો તિરૂપતિ સોસાયટી, યોગેશ્વરનગર સહિતના વિસ્તારોમાં બાઉન્ડ્રી વોલ, બાંકડા, પેવર બ્લોક, વૃક્ષારોપણ કરવું, નંદી, ગાયો માટે ગૌશાળા બનાવવી, મહાપ્રભુજી બેઠક પાસે પૂલને ઊંચો અને પહોળો કરવો, ધરમપુરનો જે વિસ્તાર વોર્ડ ૨ માં ભળ્યો છે ત્યાં અનેક સ્થળે પાણી ભરાવાની સમસ્યા થતી હોય, તેનું ચોમાસા પહેલા નિરાકરણ લાવવું, જ્યાં નળ ના પહોંચે ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવું, સરકારી આંગણવાડીઓમાં પેવર બ્લોક કંપાઉન્ડ વોલ કરવી, સમગ્ર વોર્ડમાં જાહેર સ્થળો પર સિનિયર સિટીઝનો માટે ૫૦ બાંકડા મુકવા પાલિકા સદસ્યો રસીકભાઈ નકુમ, ઋષિરાજ ખેતીયા, અનિલ ચાવડા, કિશોરભાઈ નકુમે રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial