Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૪ જૂનના ગુરૂવારે 'ઝીરો શેડો ડે' ઉજવાશેઃ
જામનગર તા. ૩: જામનગરના નભોમંડળમાં ગુરુવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાવા જઇ રહી છે. ૪ જૂનને ગુરુવારે *ઝીરો શેડો ડે* તરીકે ઉજવાશે, અને ૪ જૂનના બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્ય માથા પર આવશે, અને તેનો પડછાયો બંધ થશે. જેથી ૪ જૂન *જીરો શેડો ડે* તરીકે રહેશે.
ખગોળીય ઘટનાની દૃષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે, તે જગ્યા એ અમુક ક્ષણો માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જેને *ઝીરો શેડો ડે* તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ૨૩.૫ ડિગ્રીએ નમી ને પ્રદક્ષીણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દીશામાં અને દક્ષિણાયન ની દીશામાં ચોક્કસ અંતરે +૨૩.૫ કર્કવૃત અને -૨૩.૫ મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જુદાજુદા સ્થાન માટે આ તારીખો અલગ-અલગ હોય છે.
જામનગર શહેરમાં ૪ જુનના રોજ પડછાયો અદૃશ્ય થતો દેખાશે. જામનગરમાં ગુરુવારે ૪ જૂને *ઝીરો શેડો ડે* નો સમય ૧૨.૪૮ કલાક નો રહેશે. શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ, ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં જાહેર નિદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને જામનગર શહેર-જિલ્લાના મહાનુભાવો આ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.
જામનગરના પ્રથમ નાગરિક મોનિકાબેન વ્યાસની અધ્યક્ષતામાં યોજાનારા નિદર્શનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગરના જિલ્લા કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિ, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમર મોદી, શહેર ભાજપના દંડક પ્રવીણાબેન રૂપડિયા, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત
જામનગરની ખગોળ પ્રેમી જનતાને એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોળના ડો સંજય પંડ્યા અને ખગોળ મંડળ જામનગરના શ્રી કિરીટ શાહ દ્વારા લાઈવ મોડેલ ડેમોન્સ્ટ્રેશન તેમજ પ્રસંગ અનુરૂપ ખગોળીય માહિતી આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial