Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે માથામાં છરી મારી બીજાએ ઢીકાપાટુ વરસાવ્યાઃ
જામનગર તા. ૩: જામનગરના નેવીમોડા ગામના એક યુવાન પોતાના પિતરાઈને ગાળો ભાંડતા શખ્સને સમજાવવા જતાં ગઈકાલે બપોરે જાંબુડા પાટીયા પાસે સિદ્ધનાથ હોટલના પટાંગણમાં બે શખ્સે તેમના પર હુમલો કર્યાે હતો. એક શખ્સે માથામાં છરી મારી હતી અને બીજા શખ્સે ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જામનગર તાલુકાના નેવીમોડા ગામમાં રહેતા ચંદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા ઉર્ફે લાલા નામના યુવાને અલીયા ગામના કિશન મકવાણા તથા ઉત્તમ તન્ના સામે હુમલાની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ચંદ્રસિંહના પિતરાઈ ભરતસિંહ સાથે ફોનમાં કિશન મકવાણાએ બોલાચાલી કરી હતી. તે પછી ભરતસિંહ તેની પાસે જાંબુડાના પાટીયે એક હોટલના ગ્રાઉન્ડમાં જતાં કિશને ગાળાગાળી કરતા ચંદ્રસિંહ તેને છોડાવવા માટે ગયા હતા. આ વેળાએ ઉશ્કેરાયેલા કિશને નેફામાં રાખેલી છરી બહાર કાઢી ચંદ્રસિંહના માથામાં ઝીંકી હતી તેથી આ યુવાન ત્યાં પડી ગયા હતા. તે દરમિયાન ઉત્તમ તન્નાએ પણ ગાળો ભાંડી ઝપાઝપી કરવા ઉપરાંત ઢીકાપાટુથી માર માર્યાે હતો.
હુમલો કરી કિશન તથા ઉત્તમ ત્યાંથી ચાલ્યા જતાં ઈજા પામેલા ચંદ્રસિંહને જાંબુડાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી કિશન મકવાણા તથા ઉત્તમ તન્ના સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial