Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીફ્ટમાં ફસાયેલા વ્યક્તિને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યાઃ
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા માધવ સ્કવેર બિલ્ડીંગમાં નીચે મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કીટ થતાં આગ લાગ્યાની ફાયરબ્રિગેડને આજે સવારે સાડા નવેક વાગ્યે જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. ત્યાં જઈ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી ફાયરના જવાનોએ ચાંપતા પગલાં ભરતા પાણીના મારા વગર જ આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ વેળાએ લીફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયાનું જણાઈ આવતા ફાયરની ટીમે ઝડપી રીતે રેસ્ક્યુ હાથ ધર્યા પછી આ વ્યક્તિને સહીસલામત રીતે બહાર કાઢી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial