Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂનો જથ્થો, બંને સ્કૂટર કબજે કરી આરોપીની ધરપકડઃ
જામનગર તા. ૩: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૩માં રહેતા એક શખ્સે પોતાના બે સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખ્યો હતો. ગઈકાલે પોલીસે તેના ઘર પાસે દરોડો પાડી બંને સ્કૂટરની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૩૯ બોટલ મળી આવી હતી. બોટલ તથા બંને સ્કૂટર કબજે કરી પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૩માં એક શખ્સ દ્વારા પોતાના બે વાહનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે શેરી નં.૩માં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સના તેના ઘરની બહાર રાખવામાં આવેલા બે એક્સેસ સ્કૂટરની તલાશી લેવામાં આવી હતી. જેમાંથી જીજે-૧૦-ડીએચ ૧૪૩૧ નંબરના સ્કૂટરમાંથી ઈંગ્લીશ દારૂના ૩પ ચપલા મળી આવ્યા હતા. જ્યારે જીજે-૧૦-ડીજી ૩૦૧૧ નંબરના સ્કૂટરમાંથી ઈંગ્લીશ દારૂની ચાર મોટી બોટલ મળી આવી હતી.
પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૩૯ બોટલ તથા બે સ્કૂટર મળી કુલ રૂ।.૭૨૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને દિવ્યેશ ચૌહાણની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial