Advertisement
Author: નોબત સમાચાર

ચેલા-ર માં ડહોળું-ગંદુ પાણી ત્રણ-ચાર દિવસે આવતું હોવાની ગ્રામજનોની રાવ

જામનગરના ધારાસભ્ય-પૂર્વ મંત્રીએ પણ પાઠવ્યો પત્રઃ

                                                                                                                                                                                                      

જામનગર તાલુકાના અમુક વિસ્તારમાં પાણી વિતરણના ધાંધિયા છે. આ અંગ ખુદ ભાજપના ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે.

જામનગર તાલુકાના ચેલા-ર ગામમાં ચારણનેસ, તક્ષશીલા સોસાયટી, ગોકુલધામ, ત્રિશૂલ ચોક વિગેરે વિસ્તારોમાં છેલ્લા ત્રણ માસથી નિયમિત પાણી વિતરણ થતું નથી, અને જે પાણી વિતરણ કરવામાં આવે છે તે ડહોળુ અને ગંદુ હોય છે તથા મનસ્વી રીતે ૩ થી ૪ દિવસે અનિયમિત પાણી વિતરણ થાય છે.

આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો મહત્તમ મજૂર વર્ગ, માલધારી વર્ગના છે. અહિં તાકીદે નિયમિત સ્વરૂપે પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગણી સાથેતો પત્ર ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જામનગર જિલ્લા વિકાસ અધિકારીને પાઠવ્યો છે. આ મુદ્દે ગઈકાલે ગ્રામજનોએ પણ જિલ્લા પંચાયતના ડીડીઓ સમક્ષ રૂબરૂમાં લેખિત રજૂઆત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh