Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૬૦ કિ.મી.ની ઝડપે પવન અને ગાજ- વીજ સાથે વરસાદની આગાહીઃ ૧૧ જિલ્લામાં એલર્ટ

પ્રિ-મોન્સુનની જમાવટઃ ઠેર-ઠેર વરસાદી માહોલ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩: આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પ૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને ૧૧ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકથી વાતાવરણમાં આવેલ મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે (૩ જૂન) રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવમાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વધુ સક્રિય રહેશે. આજે જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છનો સમાવેશ થાય છે. અહીં પ૦ થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ૦-૬૦ કિ.મી. પ્રતિકલાક પવનની ગતિ સાથે મધ્યમ વરસાદ તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૪૦-પ૦ પ્રતિકલાક પવનની ગતિ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ અમદાવાદમાં સોમવારે તાપમાન ૪૦.૮ ડીગ્રી હતું, જે મંગળવારે ઘટીને ૩૭ ડીગ્રી પર પહોંચ્યું હતું. એટલે કે એક જ દિવસમાં ૩.૮ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ રાહત ગાંધીનગરમાં જોવા મળી છે, જ્યાં તાપમાન સમાન્ય કરતા ૪.૭ ડીગ્રી જેટલું નીચે ઉતરીને ૩૬.ર ડીગ્રી નોંધાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh