Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રાજ૫ૂત સેવા સમાજના માર્ગદર્શન હેઠળ
જામનગર તા. ૩: જામનગર જિલ્લા રાજપૂત સમાજમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓની મિટિંગ આગામી તા. ૧૭-૬-ર૦ર૬ ના મહારાણા પ્રતાપની જન્મજ્યંતીની ઉજવણીના આયોજન માટે યોજવામાં આવી હતી. જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સેવા સમાજના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી સાદાઈપૂર્વક કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં રાજપૂત સમાજની સંસ્થાઓ જેમ કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સેવા સમાજ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા જામનગર શહેર, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા - જામનગર જિલ્લો, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ - જામનગર શહેર, જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘ, જામનગર શહેર રાજપૂત યુવા સંઘ, ગજકેસરી ફાઉન્ડેશન, શ્રીકરણી સેના, રાષ્ટ્રીય કરણી સેના, યુનિટી ઓફ ૧૦૦ સેવા સંસ્થા અને મહાકાલ સેનાના હોદ્દેદારો-પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.
તમામ સંસ્થાઓએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે, વિશ્વમાં વર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની તથા સામાજિક મેળાવડામાં થતા ખર્ચની કરકસર કરીને રાષ્ટ્રના કટોકટીના સમયમાં દરેક નાગરિક અને દરેક સમાજે પોતાનો રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રીય ફરજ નિભાવવા કરેલી અપીલને ધ્યાનમાં રાખીને મહારાણા પ્રતાપ જન્મજ્યંતીનો કાર્યક્રમ કોઈપણ પ્રકારના વાહનની રેલી વિના માત્ર પદયાત્રા કરીને તેમજ કોઈપણ પ્રકારના જમણવાર અન્ય ખોટા ખર્ચા ન કરીને સંપૂર્ણ સાદગીપૂર્ણ કાર્યક્રમ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ અને પોતાનો નાગરિક ધર્મ નિભાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial