Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક બિલ્ડરે નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગરના એક બિલ્ડર પાસેથી ખંડણી વસૂલવા એક શખ્સે બોગસ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો હોવાની ફરિયાદ થયા પછી આરોપીની ધરપકડ કરાઈ હતી. આ શખ્સે જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે.
જામનગરના સ્મિત જયંતિભાઈ પરમાર નામના આસામીએ ઈન્સ્ટાગ્રામ પર વિશાલ કણસાગરા નામની આઈડી પરથી ગયા ડિસેમ્બર મહિનામાં કોઈએ ખોટી વિગતવાળો વીડિયો બનાવી વાયરલ કર્યા પછી વિશાલ કણસાગરા નામના શખ્સે ખંડણી માંગ્યાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
તેઓએ રૂ।.પ૦ લાખ મંગાયા પછી રૂ।.૨૩ લાખ આપવાની વાત થયાની પણ વિગત ફરિયાદમાં જાહેર કરી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસમાં વિશાલ હેમતભાઈ કણસાગરાની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલર રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial