Advertisement
Author: નોબત સમાચાર

નગરના ત્રણ આસામી સામે સજાના વોરંટ ઈસ્યુ થયા પછી પકડી લેવાયા

ત્રણેયને જેલહવાલે કરતી પોલીસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા બે તથા મોહનનગર નજીક યોગેશ્વરનગર-રમાં રહેતા એક આસામી સામે સજાના વોરંટ ઈસ્યુ થયા હતા. આ ત્રણેય આરોપીને પોલીસે પકડી લઈ જેલહવાલે કર્યા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ-પ૮માં રહેતા હરેશ નેણશીભાઈ ગોરી સામે વર્ષ ૨૦૨૪માં નોંધાયેલા ગુન્હામાં અદાલતે સજા ફટકારી હતી. જ્યારે દિગ્વિજય પ્લોટ-૩૭વાળા જીતેન્દ્ર ગુલાબભાઈ પરમારને વર્ષ ૨૦૨૩ના કેસમાં સજા થઈ હતી.

તે ઉપરાંત મોહનનગરમાં રહેતા અંકિત બળવંતભાઈ કુબાવતને વર્ષ ૨૦૨૪ના કેસમાં સજા કરાઈ હતી. ત્રણેય આરોપી સામે સજા વોરંટ ઈસ્યુ થયા પછી તેની શોધખોળ કરાતી હતી. ત્રણેય આરોપીને સિટી એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh