Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોએ તલસ્પર્શી તપાસ કરી, તત્કાળ રીપેરીંગ હાથ ધરાયું
જામનગર તા. ૩: થોડા દિવસ પહેલા તળાવમાં ગંદા પાણીની આવકના સમાચારો પ્રસિદ્ધ થયા હતાં જે બાબતે મહાનગરપાલિકાએ રદીયો આપ્યો છે. એ પાણી લાઈન લીકેજનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રણમલ તળાવમાં પાણી લાવતી ફિડીંગ કેનાલમાંથી તળાવમાં ગટરનું ગંદુ પાણી આવે છે તેવા સમાચારો અખબારમાં પ્રસિદ્ધ થયા હતાં.
દરેડ, ખોડિયાર મંદિરથી લાલપુર બાયપાસ થઈ વરસાદી પાણી કેનાલ મારફત તળાવમાં આવે છે. તે તમામ સ્થળે મહાનગરપાલિકા દ્વારા ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. સ્થળ તપાસ કરતા જણાયું હતું કે, લાઈન લીકેજથી ઈન્ટેલમાં પાણી આવી રહ્યું છે.
આ લાઈનનું રીપેરીંગ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આમ કોઈપણ પ્રકારનું ગંદુ પાણી તળાવમાં આવ્યું નથી તેવો રદિયો મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial