Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારોની વ્યકિતગત અને જાહેર હિતની રજૂઆતો સાંભળી
જામનગર તા. ૩: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજૂ થયેલા કુલ ૪૯ પ્રશ્નો જે તમામનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોની રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોના નાગરિકોની વ્યક્તિગત અને જાહેર હિતની રજૂઆતો સંદર્ભે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં વિગતવાર સમીક્ષા કરી હતી.
ખાસ કરીને સ્વામિત્વ યોજના હેઠળ થયેલ ક્ષતિયુક્ત સર્વે બાબતે, જમીનમાં હક દાખલ નોંધ અંગે, ગટરની સફાઈ અંગે, જમીન સર્વે બાબતે ખાતેદાર પોતાનો કબજો દર્શાવી શક્યા ન હોવા અંગે, પીવાના પાણી અંગે, જમીન દબાણ બાબતનો પ્રશ્ન,ચૂક સુધારા દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી ભરવા બાબત, વીજળી અંગેનો પ્રશ્ન, અનધિકૃત બાંધકામ અને ફેન્સીંગ દૂર કરવા બાબત, જમીન સંપાદન અન્વયે અરજદારને વળતરની રકમ ચુકવવા બાબત, ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગે, રહેણાંક વિસ્તાર પાસે પાર્કિંગ કરવા બાબત, મકાનનો કબ્જો પરત અપાવવા અંગે, સ્પીડ બ્રેકર બનાવવા બાબત, તળાવ અને નદી ઊંડા ઉતારવા, રોડ રસ્તા અંગેનો પ્રશ્ન જેવા અરજદારોના વિવિધ પ્રશ્નો અન્વયે કલેકટરે લગત અધિકારીઓને સૂચના આપી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial