Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા સ્કૂટરચાલકે નોંધાવી પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસે ત્રણ સપ્તાહ પૂર્વે સાંજના સમયે એક સ્કૂટરને ખાનગી બસ દ્વારા ટક્કર મારી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા સ્કૂટરચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ઈસ્માઈલભાઈ અબ્દુલભાઈ કકલ ગઈ તા.૧૦ની સાંજે જામનગરથી પોતાનું જીજે-૧૦-ક્યુ ૨૪૯૩ નંબરના સ્કૂટરમાં સિક્કા ગામમાં રહેતા પોતાના એક સંબંધીના ઘેર બારમાના કાર્ય માટે ગયા હતા.
ત્યાંથી પરત ફરતી વેળાએ જ્યારે ઈસ્માઈલભાઈ સરમત ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં આવેલી હોટલે ચા પીવા માટે વળ્યા ત્યારે જ પાછળથી જીજે-૧૦-ટીવાય ૯૯૯૯ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ ધસી આવી હતી. તેના ચાલકે ઈસ્માઈલભાઈના સ્કૂટરને ટક્કર મારી દેતા આ વૃદ્ધ ફંગોળાયા હતા. જમીન પર પછડાયેલા ઈસ્માઈલભાઈને પાંસળીમાં ફ્રેક્ચર થવા ઉપરાંત પગમાં ઈજા થઈ હતી. તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial