Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકારે તો ક્યારની યે આ રપ ઈલે. બસો ફાળવી દીધી છે... આવી પણ ગઈ છે...
એક તરફ સરકાર ઈંધણ બચાવવા ઈલે. વાહનોનો ઉપયોગ વધારવા લોકોને શિખામણ આપી રહી છે, તો તેનું જ 'લોકલ એન્જિન'ના ચાલકો ગતકડાં કાઢી રહ્યા છે!
જામનગરમાં એસી. ઈલેક્ટ્રીક સિટી બસ દોડાવવામાં આવનાર છે. આ માટે ભારત સરકારે રપ બસો ફાળવી દીધી છે. આ બસો જામનગરમાં ઘણાં દિવસોથી આવી પહોંચી છે, પરંતુ આનુસંગિક કામગીરી બાકી હોવાથી સેવા શરૂ થઈ નથી. જામનગર મહાનગર પાલિકા દ્વારા હાલમાં નગર બસ સેવા ચાલે છે, જેમાં ૧પ બસો શહેરના માર્ગો ઉપર દોડી રહી છે, પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જામનગર મહાનગર પાલિકાને પ૦ ઈલેક્ટ્રીક બસોની ફાળવણી કરવા નિર્ણય લીધો હતો. જેમાંથી રપ બસો તો ઘણાં દિવસોથી જામનગર આવી પહોંચી છે. આ માટે હાપા માર્ગે બસ માટે ચાર્જીંગ સ્ટેશન બનાવાયું ત્યાં હાલમાં રપ બસો ઊભી રાખી દેવામાં આવી છે, જેનો કોન્ટ્રાક્ટ વાયબીએન કંપનીને આપવામાં આવ્યો છે, જે કંપની આ બસોનું સંચાલન કરશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડેપોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ચાર્જીંગ સ્ટેશન વગેરેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે, પરંતુ થ્રી ફેસનું ઈલેક્ટ્રીક જોડાણ સહિતનું કેટલુક આનુસંગિક કાર્ય હજુ બાકી હોવાથી હાલ તો પીએમઈ બસ સેવા તો હમણાં શરૂ થાય તેવા કોઈ એંધાણો દેખાતા નથી. મળતી માહિતી મુજબ હજુ એકાદ માસનો સમય પસાર થશે, ત્યારપછી આ નવી બસની સેવાનો લાભ નગરજનોને મળશે.
આ બસો આવનાર હતી તેની જાણ મહાનગરપાલિકાને હતી જ. જો પ્રથમથી જ બધી તૈયારી કરી રાખી હોત તો આજે નવી બસો શહેરના માર્ગો ઉપર દોડતી હોત.
એક તરફ સરકાર લોકોને ઈલે. વાહનોનો ઉપયોગ વધારવા અને પેટ્રોલ-ડીઝલ બચાવવાની શિખામણ આપી રહી છે, તો બીજી તરફ 'લોકલ એન્જિન'ના સંચાલકો નવા નવા ગતકડા કાઢીને બહાનાબાજી કરી રહ્યા છે, જો કે થોડું મોડું પણ હવે આગામી થોડા દિવસોમાં જ નગરજનોને આ બસ સેવાનો લાભ મળતો થશે, જો કે, લોકો એવું પણ પૂછે છે કે દાળમાં કાંઈક કાળું તો નથી ને?
હાલ તો ૧પ બસ દોડે છે, પરંતુ તેમાં પ્રથમ રપ બસનો વધારો થતા ૪૦ બસોની સેવા ઉપલબ્ધ થશે. પરિણામે વધુ ફ્રીકવન્સી અને વધુ નવા રૂટનો લાભ પણ લોકોને મળતો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial