Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા અન્ય પરપ્રાંતીય યુવાનને ઈજાઃ ટ્રકચાલક સામે ગુન્હો નોંધાયોઃ
જામનગર તા. ૩: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે રવિવારની રાત્રે બે પરપ્રાંતીય યુવાન એક્ટિવા સ્કૂટર પર જતા હતા ત્યારે એક ટ્રકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવાનના માથા પરથી ટ્રકનું તોતિંગ પૈંડુ ફરી વળતા ખોપરી ફાટી જવાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બીજા યુવાનને ઈજા થઈ છે. ટ્રકચાલક સામે ગુન્હો નોંધાયો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ નજીક અરમાન ટાયર શોપમાં રહેતા મૂળ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાના જીયનખુર્દ ગામના વતની મોહમદસરતાજ મોહમહદમંજુર (ઉ.વ.ર૧) તથા મોહમદગુલામ તૈયબહુસેન નામના યુવાનો ગયા રવિવારે રાત્રે ખીજડિયા બાયપાસ પાસે હતા.
આ વેળાએ અરમાન ટાયર શોપથી મોહમદગુલામની જીજે-૧૦-ઈડી ૯૨૬પ નંબરની એક્ટિવામાં અલીયાબાડા જવા નીકળ્યા હતા. આ વેળાએ મોહમદગુલામ ડ્રાઈવીંગ કરતા હતા અને મોહમદ સરતાજ પાછળ બેઠા હતા.
આ સ્કૂટર જ્યારે કોઠાવાલા ટી સ્ટોલ પાસે પહોંચ્યું ત્યારે એક અજાણ્યા ટ્રકચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી. સ્કૂટર પરથી ફંગોળાઈ ગયેલા બંને યુવાનમાંથી મોહમદગુલામના માથા પરથી આ ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું અને તેની ખોપરીનો ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ઉતરીને નાસી ગયો હતો. એકઠા થઈ ગયેલા ટોળાએ ઈજાગ્રસ્ત મોહમદસરતાજને સારવારમાં ખસેડ્યો છે. જ્યાંથી તેણે ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial