Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિન સહિત બે રાશિના ધારકોને ગણતરી-ધારણા પ્રમાણેનું થાય. યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવાહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ભાઈ-ભાંડુ મદદરૂપ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૬
Leo (સિંહ: મ-ટ)
નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતા. આપનો કાર્યભાર વધે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Libra (તુલા: ર-ત)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કામમાં સંભાળવું પડે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા જણાય. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૩
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરેદશના કામ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આપને આનંદ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫