Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપર માર્કેટ પાસેથી વર્લીબાજ ઝડપાયોઃ
જામનગર તા. ૨૨: જામનગર તાલુકાના શાપર ગામમાં ગઈરાત્રે પોલીસે દરોડો પાડતા સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમતા બે શખ્સ તથા ચાર મહિલા ઝડપાઈ ગયા હતા, જયારે સુપર માર્કેટ પાસેથી એક શખ્સ વર્લીના આંકડા રમતો મળી આવ્યો હતો.
જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર સાપર ગામમાં ગઈરાત્રે કેટલાક વ્યક્તિઓ ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી મળતા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે ૧૨:૩૦ વાગ્યે દરોડો પાડયો હતો જેમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રમાતો જુગાર ઝડપાઈ ગયો હતો.
આ સ્થળેથી દેવજીભાઈ ગોપાલભાઈ ભાંભી, ખીમાભાઈ ભીમાભાઈ ભાંભી તેમજ લીલાબેન દીપકભાઈ બથવાર, રાણીબેન ગોપાલભાઈ ભાંભી, રામીબેન હીરાભાઈ વીંઝુડા, જ્યોત્સનાબેન દીનેશભાઈ ભાંભી નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।. ૧૦,૮૭૦ રોકડા કબ્જે કર્યા છે.
જામનગરના બેડી નાકા પાસે સુપરમાર્કેટ નવજીકથી ભરત રમેશભાઈ વસાણી નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે. તેણે કપાત લેતા કડીયાવાડવાળા રાજેન્દ્ર ઉર્ફે લખનનું નામ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial