Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખામંડળ તાલુકાના મીઠાપુરમાં આવેલી
મીઠાપુર તા. ૨૨: ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામે આવેલી મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘ શાળામાં પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ રીનોરાજ (સાઈટ હેડ, ટાટા કેમિકલ્સ, મીઠાપુર), મીઠાપુર હાઈસ્કૂલના આચાર્ય, ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કૂલના આચાર્ય, શાળાની કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરાયા પછી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પદગ્રહણ કરાવ્યા પછી પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ ઉપરાંત બાળકોએ અષ્ટ મહાલક્ષ્મી સ્તુતી અને ડાન્સ અને ક્વીઝ જેવી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમને અનુલક્ષીને રીનોરાજ દ્વારા વકતવ્ય રજૂ કરી બાળકોને તથા અભ્યાસ ઉપરાંત આવી અન્ય પ્રવૃત્તિઓમાં કે જેમાં બાળકોના અન્ય કૌશલ બહાર આવે તેમાં પણ સવિશેષ ધ્યાન આપવા સમજાવવામાં આવ્યું હતું. આ તકે હાજર મહાનુભાવો દ્વારા શાળાનું ઈ-ન્યૂઝ પેપર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં શાળાના આચાૃયા યોગીતા શર્મા, શિક્ષણગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial