Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ દરોડામાં ૧૨૫ નાની-મોટી બોટલ કબજેઃ કુલ રૂ।. સવાતેર લાખનો મુદ્દામાલ કબજે
જામનગર તા. ૨૨: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા પાટીયા પાસે એક હોટલના પાર્કિંગમાં પડેલી મોટરની ગઈરાત્રે એલસીબીએ તલાસી લેતા તેમાંથી દારૂની ૩૮૮ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે પકડાયેલા બે શખ્સે અન્ય ત્રણના નામ આપ્યા છે. રાજપાર્કમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડેલા સ્કૂટર તથા મોટરમાંથી અનુક્રમે ૧૩ તથા ૧૮ બોટલ દારૂ મળ્યો છે. આ જથ્થા સાથે પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ફોરેસ્ટ કચેરી પાસેથી દારૂની નાની-મોટી ૯૪ બોટલ સાથે એક ઝડપાયો છે.
જામનગરની સ્થાનિક ગૂન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈ રાત્રે કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં સ્ટાફના મયુરસિંહ, ઋષીરાજસિંહ, યુવારજસિંહને બાતમી મળી હતી કે ખીજડીયા બાયપાસ પાસે એક હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલી મોટરમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો પડયો છે. તે બાતમીથી પીઆઈ વી.બી.ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે રાત્રે બે વાગ્યે જયમાતાજી હોટલના પાર્કિંગમાં દરોડો પાડયો હતો.
ત્યાં પડેલી જીજે ૧૨ એફસી ૪૮૮૬ નંબરની ક્રીએટા મોટરની એલસીબીએ તલાસી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની ૩૮૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે સુુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ભલ ગામડા ગામના જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા તથા લીમડીના મહેશ છેલાભાઈ જોગરાણા નામના બે શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ રૂ।. ૨,૭૧,૩૧૯ની કિંમતનો દારૂ, બે મોબાઈલ, રૂ।. ૮ લાખની મોટર મળી કુલ રૂ।. ૧૧,૧૧,૩૧૯નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. આ બે શખ્સની પુછપરછ કરાતા લીમડીના કરણ ભરવાડ ઉર્ફે ભાણા તથા જામનગરના પટેલ કોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરમાં રહેતા યશ રાવલ તથા રાજસ્થાનના સાંચોર પ્રકાશ નામના શખ્સના નામ ખુલ્યા છે. જેમાં પ્રકાશે દારૂ મોકલ્યાની અને યશ રાવલે મંગાવ્યાની કબૂલાત કરી છે. આ પાંચેય શખ્સ સામે પંચોકોશી એ ડિવિઝનમાં ગૂન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગરના રાજપાર્કમાં સેવાસદન પાછળ ઓમ રેસિડેન્સીમાં રહેતા મનીષ રાજુભાઈ પરસરામાણી નામના શખ્સને તે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા જીજે ૧૦ ઈઈ ૬૯૫૩ નંબરના જ્યુપીટરમાં ઈંગ્લિશ દારૂની ૧૩ બોટલ સાથે પકડી લઈ પોલીસે દારૂ તથા સ્કૂટર કબ્જે કરી લીધા છે.
આ જ એપાર્ટમેન્ટમાં રાજુભાઈ હાસાનંદ પરસરામાણી નામના શખ્સે પાર્ક કરેલી જીજે ૧૦ ડીએન ૧૬૨૬ નંબરની મોટરમાંથી ઈંગ્લિશ દારૂની ૧૮ બોટલ મળી આવી છે. પોલીસે મોટર તથા દારૂ ઝબ્બે લીધા છે.
જામનગરના જુના રેલવે સ્ટેશન રોડ પર આવેલી ફોરેસ્ટ કચેરી પાસેથી ગઈકાલે બપોરે પસાર થતા નવાગામ ઘેડની સરસ્વતી સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રસિંગ શીવપ્રકાશસિંગ નામના શખ્સને પોલીસે રોકાવી તેની તલાસી લેતા તેની પાસેથી ઈંગ્લિશ દારૂની ૨૪ બોટલ તથા ૭૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઈલ કબજે કરી ભુપેન્દ્રસિંગની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial