Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાલાહનુમાન મંદિર પાસે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવો...

તંત્ર સમક્ષ લેખિત રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરમાં તળાવની પાળે, બાલાહનુમાન મંદિર પાસે અને તળાવ નજીકના વિસ્તારમાં સપ્તાહના અંતમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

જામનગરના સામાજિક કાર્યકર સચિન નરેન્દ્રભાઈ જોષીએ બાલાહનુમાન મંદિરના ટ્રસ્ટી અને ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ્પેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યંુ છે કે, શનિ-રવિની રજાના દિવસોમાં સાંજે બાલાહનુમાન મંદિર પાસે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી છે.

અહી હજારો શ્રદ્ધાળુઓ રામધૂન અને દર્શનાર્થે આવતા હોય છે. અમૂક વાહનચાલકો પોતાના વાહન મંદિરના પગથીયા સુધી લઈ જાય છે અને વાહનો છેક ભુજીયા કોઠા સુધી પાર્ક થતા રહે છે.

તળાવની પાળે અસંખ્ય લોકો હરવા ફરવા આવે છે તેમાં પણ પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા રહે છે. અહીં સરકારી પુસ્તકાલય પણ જ્યાં વાંચન માટે આવતા લોકો ટ્રાફિકજામ અને ઘોંઘાટથી પરેશાન થાય છે.

ખાસ કરીને ભિક્ષાવૃત્તિ કરતા લોકો રસ્તો રોકીને બેઠા હોવાથી દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ઈમરજન્સી, ફાયરબ્રિગેડના વાહનોને જો અહીથી પસાર થવું પડે તો ટરાઃક સમસ્યા નડી શકે છે. આથી આવા વાહનચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.

આ લેખિત ફરિયાદની નકલ નગરના મેયર, સાંસદ, ધારાસભ્ય, કમિશનર, જિલ્લા પોલીસવડા, કલેક્ટર વગેરેને પણ પાઠવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh