Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ-જોડિયા માર્ગે રેતીની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ

ખાણ-ખનિજ વિભાગનું ચેકીંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરની ભૂસ્તરશાસ્ત્રી કચેરીના ચેકીંગ સ્ટાફ દ્વારા ધ્રોળ-જોડિયા માર્ગે કરાયેલ તપાસણી દરમિયાન એક લોડર અને એક ટ્રેક્ટર મારફત સાદી રેતીનું ચારણ અને પરવહન થતું ઝડપાયું છે.

જીજે-૧૦-સીઈ-પ૬૮૯ નંબરનું લોડર તેમજ જીજે-૧૦-ડીઈ-૬૦૪૮ નંબરનું ટ્રેક્ટર કબજે લેવામાં આવ્યા હતાં. અહિં રેતીનું ચારણ અને પરિવહન થતું નજરે ચઢતા આ કામગીરી કરવામાં આવી હતી. લોડરના માલિક કરશનભાઈ ઘેલાભાઈ વરૂ (રે. ધ્રોળ) સાદી રેતીના જથ્થા અંગે કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતાં. આથી ૧પ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે અને સોના સ્ટોન ક્રશરમાં કસ્ટડીમાં મૂકી દેવાયો છે. આ કામગીરી નૈતિક કણઝારિયા વગેરેએ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh