Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૮ર ટકાઃ અડધા ડીગ્રીનો વધારોઃ
જામનગર તા. રરઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૮ર ટકા રહ્યું હતું.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરાની સાથેે સાથે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૮ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. મેઘાવી માહોલ અને ઝપાટાબંધરીતે ફૂંકાયેલા ગતિમાન પવનના કારણે વાતાવરણમાં ઠંડક રહેતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial