Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના મોખાણામાં દીપડા મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ

સરપંચે રાજીનામાની ચિમકી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર તાલુકાના મોખાણા ગામમાં દીપડો નજરે ચઢ્યા પછી ત્રણ અઠવાડિયા થવા છતાં દીપડો પાંજરે પૂરાયો નથી. બીજી તરફ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે, અને વન વિભાગ પૂરતું ધ્યાન આપતું નહી હોવાનો આક્ષેપ કરી જરૂર પડ્યે હોદા ઉપરથી રાજીનામું આપવાની સરપંચે ચિમકી આપી છે.

જામનગર તાલુકાના મોખાણા ગામની સીમમાં ત્રણેક અઠવાડિયા પહેલા દીપડો નજરે ચઢ્યો હતો. આ પછી વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે, છતાં દીપડો પકડાતો નથી, જ્યારે દીપડો સતત પોતાનું સ્થળ બદલતો રહે છે. અષાઢી બીજના દિવસે ખીજડિયામાં દીપડો જોવા મળ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

જો કે વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ દીપડાના ખીજડિયામાં હોવાના કોઈ આધાર-પુરાવા મળ્યા નથી, જો કે મોખાણામાં ત્રણ સ્થળે પાંજરા ગોઠવાયા છે, પરંતુ દીપડો પાંજરે પૂરાતો નથી. બીજી તરફ મોખાણાના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે મોખાણામાં ગ્રામજનો એકત્ર થયા હતાં અને વન વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી હોવાનું અને અધિકારી ફોન નહીં ઉપાડતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા ગામના સરપંચ રાહુલભાઈ પરમારએ જાહેર કર્યું હતું કે જરૂર પડ્યે પોતે સરપંચના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેશે. આ સમયે તાલુકા પંચાયતના સદસ્ય કિશોરભાઈ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh