Advertisement
Author: નોબત સમાચાર

સંત દેવુભગતની પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન, દાનની સરવાણી સાથે સેવા યજ્ઞોઃ સંતો, મહંતો, મહાનુભાવોની ઉપસ્થિતિ

દાન, માનવ સેવા અને સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમઃ મનોજભાઈ સોનીની સેવાની સરવાણી

                                                                                                                                                                                                      

રાવલ તા. રરઃ સંતશ્રી દેવુભગતની પુણ્યતિથિ નિમિત્તે દેવુભગતના પરમ ભક્ત, ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ અને રાવલના સામાજિક અગ્રણી મનોજભાઈ સોનીએ તેમના ગ્રુપના સહયોગથી અનેકવિધ સેવાયજ્ઞો તથા દાનની સરવાણી સ્વખર્ચે વહાવી હતી. આ પ્રસંગે સંતો, મહંતો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. અનેક ગામોમાં સામૂહિક બટુક ભોજન તથા સમૂહ સેવાયજ્ઞો તથા શ્રેણીબદ્ધ કાર્યક્રમો આ ઉજવણીની વિશેષતા રહી હતી.

રપ હજાર બાળકોનું બટુક ભોજન-બ્રહ્મચોર્યાસી

જામરાવલ તથા આજુબાજુના રાણપરડા, ડાંગરવડ, જેપુર, આશિયાવદર, દુધીયા, સૂર્યાવદરા, હનુમાનધાર, બારિયાધાર, ટંકારીયા, રૂકડા, પારાવડા, ભાવપરા, રાતડી, વડાળા, હાથીયાણી, ભાટિયા, પ્રેમસર, ગોરાણા, ચંદ્રાવડા, નગડીયા, વિસાવાડા, મોઢવાડા, ભાડથર સહિતના રપ જેટલા ગામોમાં ૧૮ જુલાઈને શનિવારે અંદાજે રપ હજાર બાળકોનું સામૂહિક બટુક ભોજન યોજાયું હતું, તથા માનપરા ગામે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું.

સાધન-સહાય અને દાનની સરવાણી-સેવાયજ્ઞો - કેમ્પો

આ પ્રસંગે આયોજક મનોજભાઈ તરફથી ત્રણ દીકરીઓને કરિયાવર, ૧૪ ગામમાં ૫૫૧ રાશન કીટ, સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૩૦૦ દર્દીઓનું નિદાન અને સારવાર, નેત્રયજ્ઞમાં નિદાન ઉપરાંત ૧૦૦ જેટલા દર્દીઓને ઓપરેશનની વ્યવસ્થા, કેટલીક શાળાઓમાં પ્રોેજેક્ટર, પંખા, વોટરકૂલર વિગેરે સુવિધાઓ, ત્રણ દિવ્યાંગજનોને ટ્રાઈસિક્લ, રપ હજાર બાળકોને ભોજન સાથે રાઈટીંગ પેડ, વેફર, ઠંડાપીણા સાથે બોલપેનની કીટ, ગંગાસ્વરૂપ બહેનોને સાડી સાથે કીટ, જરૂરતમંદોને કપડા તથા સ્કૂલ ડ્રેસ અપાયા હતાં. ડો. પ્રકાશભાઈ મોઢા તથા નિષ્ણાત તબીબો તથા ગોકુલ મલ્ટી સ્પેશાલિટી હોસ્પિટલ, રાજકોટના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ પોરબંદરની શ્રી રામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ, ડો. ગરેજા, ડો. ઓડેદરાના સહયોગથી નેત્રયજ્ઞ યોજાયા હતાં. રક્તદાન કેમ્પમાં ૧૦૦ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આ ઉપરાંત ડો. કરણ રાણાવાયાના સહયોગથી દંતચિકિત્સક યજ્ઞ પણ યોજાયો હતો.

સંતો-મહંતો-મહાનુભાવોની ઉપસ્થિતિ

આ મેગા સેવાયજ્ઞોમાં રાજયસભાના સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયા, જિલ્લાના અગ્રણી પાલભાઈ આંબલીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું બહુમાન કરાયું હતું. તે ઉપરાંત ડીવાયએસપી સાગર રાઠોડ, સંતો-મહંતોમાં જામનગરથી માલુ આઈ, વિસાવાડાથી ક્રિષ્નજતી બાપુ, રાજકોટથી રાધારમણ સ્વામી, વિવેક સ્વામી સહિત સ્વામિનારાયણ સંત કે.પી. સ્વામી, જે.પી. સ્વામી, પોરબંદરથી ભાનુપ્રકાશ સ્વામી, જામજોધપુરથી જગતપ્રકાશ સ્વામી, પોરબંદરથી પ.પૂ. દિનેશ અદા, પ્રભાશંકર અદા (ગોરબાપા), કિશોરભાઈ મોઢા, જીવણ ભગત સહિતના સંતો તથા સ્થાનિક અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ તમામ પ્રવૃત્તિઓ માટે રાવલ અને ગામોગામના પ્રજાજનો તથા મનોજભાઈ સોનીની ટીમનો સહયોગ સાંપડ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh