Advertisement
Author: નોબત સમાચાર

કપરાડામાં ૧૬, નાના પોંઢામાં ૧૧, પારડી-ચીખલી- વાંસદામાં દસ ઈંચ જેટલો વરસાદ

વાપી-વલસાડ-સુરત જળબંબાકારઃ ૧૫૦ માર્ગો બંધઃ પરિવહન ઠપ્પઃ જનજીવન પ્રભાવિતઃ દમણગંગા નદી બે કાંઠેઃ સૌરાષ્ટ્રમાં ઝાપટાં

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૨: રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડતા ૧ થી ૧૬ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, જેને પગલે જળ બંબાકાર સ્થિતિ સર્જાઈ છે, અનેક રસ્તાઓ બંધ થવા પામ્યા છે, રેલ્વે ગરનાળા જામ થયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે, જનજીવન ખોરવાયું છે,ભારે હાલાકી ઉભી થવા પામી છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો  વલસાડ જિલ્લોઃ કપરાડા ૩૯૭ મિ.મી., નાનાપોંઢા ૨૮૦ મિ.મી., પારડી ૨૩૮ મિ.મી., વલસાડ ૨૧૧ મિ.મી., વાપી ૧૮૫ મિ.મી., ધરમપુર ૧૭૨ મિ.મી. અને ઉમરગામમાં ૧૩૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. જયારે નવસારી જિલ્લમાં ચીખલી ૨૪૪ મિ.મી., વાંસદા ૨૩૫ મિ.મી., ખેરગામ ૨૦૧ મિ.મી., ગણદેવી ૧૨૦ મિ.મી., નવસારી ૯૦ મિ.મી. અને જલાલપોરમાં ૮૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં વઘઈ ૧૮૩ મિ.મી., આહવા ૧૨૮ મિ.મી. અને સુબીરમાં ૧૦૫ મિ.મી. વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં બારડોલી ૧૩૭ મિ.મી., પલસાણા ૧૧૯ મિ.મી., સુરત શહેર ૧૦૮ મિ.મી., આંબિકા ૧૦૭ મિ.મી., મહુવા ૯૦ મિ.મી., ઉમરપાડા ૮૨ મિ.મી., ઓલપાડ ૭૨ મિ.મી., ચોર્યાસી ૬૯ મિ.મી., કામરેજ ૬૧ મિ.મી., માંગરોળ ૫૪ મિ.મી., અરેઠ ૪૬ મિ.મી. અને માંડવીમાં ૪૧ મિ.મી. વરસાદ નોંધાયો છે.

કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. બુધવારે સવારે ૭ વાગ્યે ડેમમાં ૧,૦૨,૧૬૬ કયુસેક પાણીની આવક નોંધાતાં સપાટી ૭૪.૩૫ મીટરે પહોંચી હતી. સ્થિતિને પહોંચી વળવા ડેમના ૭ દરવાજા ૩.૧૦ મીટર અને ૧ દરવાજો ૧.૪૦ મીટર ખોલીને દમણગંગા નદીમાં ૯૯,૮૦૮ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે.

જિલ્લાવાર જોઈએ તો તાપી જિલ્લાના ડોલવણ ૯૯ મિ.મી., ઉકાઈ ૭૭ મિ.મી., વ્યારા ૬૯ મિ.મી., વાલોડ ૬૪ મિ.મી., સોનગઢ ૬૦ મિ.મી., ઉચ્છલ ૨૮ મિ.મી., નિઝર ૧૦ મિ.મી. અને કુકરમુંડામાં ૧૦ મિ.મી., ભરૂચ જિલ્લામાં હાંસોટ ૭૨ મિ.મી., વાલિયા ૪૮ મિ.મી., અંકલેશ્વર ૩૬ મિ.મી., ભરૂચ ૨૬ મિ.મી., નેત્રંગ ૨૩ મિ.મી., ઝઘડિયા ૨૧ મિ.મી., વાગરા ૧૬ મિ.મી., જંબુસર ૫ મિ.મી. અને આમોદમાં ૩ મિ.મી., વડોદરા જિલ્લામાં વડોદરા ૩૭ મિ.મી., કરજણ ૧૬ મિ.મી., પાદરા ૧૨ મિ.મી., વાગોડિયા ૯ મિ.મી., સિનોર ૬ મિ.મી., ડભોઈ ૪ મિ.મી. અને દેસરમાં ૨ મિ.મી., નર્મદા જિલ્લામાં ૭ ડેડિયાપાડા ૨૩ મિ.મી., ચીખડા ૨૦ મિ.મી., સગબારા ૨૦ મિ.મી., ગરુડેશ્વર ૧૦ મિ.મી., નાંદોદ ૮ મિ.મી. અને તિલકવાડામાં ૪ મિ.મી., આણંદ જિલ્લામાં ખંભાત ૨૯ મિ.મી., અંકલાવ ૨૦ મિ.મી., પેટલાદ ૧૮ મિ.મી., બોરસદ ૧૬ મિ.મી. અને આણંદમાં ૩ મિ.મી., સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરમાં ૧૫ મિ.મી. અને વડાલીમાં ૨ મિ.મી., અમદાવાદ જિલ્લામાં ધંધુકા ૧૪ મિ.મી., બાવળા ૮ મિ.મી., ધોળકા ૩ મિ.મી., ધોલેરા ૩ મિ.મી., અમદાવાદ શહેર ૩ મિ.મી. અને માંડલમાં ૨ મિ.મી., ખેડા જિલ્લામાં કઠલાલ ૮ મિ.મી., નડિયાદ ૩ મિ.મી., માતર ૨ મિ.મી., મહુધા ૨ મિ.મી., ફાગવેલ ૨ મિ.મી. અને મહેમદાવાદમાં ૧ મિ.મી., અરવલ્લી જિલ્લામાં બાયડમાં ૫ મિ.મી., માલપુરમાં ૨ મિ.મી. અને સાથંબામાં ૧ મિ.મી., દાહોદ જિલ્લામાં ફતેપુરા ૬ મિ.મી., લીમખેડા ૫ મિ.મી., દેવગઢ બારિયા ૪ મિ.મી. અને ગોવિંદ ગુરુ લીમડીમાં ૩ મિ.મી., છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ૪ મિ.મી., છોટાઉદેપુર ૩ મિ.મી., સંખેડા ૨ મિ.મી., નસવાડી ૧ મિ.મી. અને કડવલમાં ૧ મિ.મી., મહીસાગર જિલ્લામાં કડાણામાં ૩ મિ.મી., પંચમહાલ જિલ્લામાં હાલોલ ૪ મિ.મી., ગોધરા ૩ મિ.મી., શેહરા ૩ મિ.મી. અને કાલોલમાં ૧ મિ.મી., પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં ૩ મિ.મી., મહેસાણા જિલ્લામાં વિજાપુર અને ઊંઝામાં ૨-૨ મિ.મી.,બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં ૧ મિ.મી., કચ્છ જિલ્લામાં રાપરમાં ૩ મિ.મી. અને માંડવીમાં ૧ મિ.મી., અને વાવ-થરાદ જિલ્લાના લાખાણીમાં ૪ મિ.મી. અને થરાદમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો છે.

ત્રણ સિસ્ટમ સક્રિય

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોનસૂન ટ્રફ રાજસ્થાન ના ગંગાનગર થી શરૂ થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. બીજી સિસ્ટમ દ. રાજસ્થાન પર દરિયાની સપાટીથી ૩ થી સાડાચાર કિ.મી.ની ઉંચાઈએ સક્રિય છે તે ઉપરાંત બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે,  તેમાં થી નીકળતો ટ્રફ દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ ગુજરાત થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી વિસ્તરેલો છે, આ ત્રણેય સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન ખાતાની આગાહી

ગાંધીનગર હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવાર ૦૮.૩૦ કલાક થી આવતીકાલ સવાર સુધીમાં આટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં, ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ઘણા સ્થળોએ વરસાદની શક્યતા છે, દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ વરસાદની શક્યતા છે, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે, તો કચ્છમાં છૂટાછવાયા સ્થળો એ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh