Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાએ ફિનાઈલ પીતા ૧૦૮ બોલાવાઈઃ
જામનગર તા. રરઃ જામનગર તાલુકાના દડિયા ગામના મકાનના વિવાદમાં આજે મહિલાએ ફિનાઈલ પીધુ હતું. બીજી તરફ તાલુકા પંચાયતની ટીમ દ્વારા આજે મકાનના ડિમોલીશન માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને ૧૦૮ ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી.
જામનગર તાલુકાના દડિયા ગામમાં ગ્રામ પંચાયતનો જુનવાણી પાણીનો ટાંકો તોડી પાડીને ત્યાં એક વ્યક્તિએ મકાન બનાવી લીધું હતું. ઉપરાંત નોનવેજની દુકાન શરૂ કરી દીધી હતી.
આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને સમૂહમાં આવેદનપત્ર પાઠવી આ મકાન તોડી પાડવાની માંગણી કરી હતી.
આ મુદ્દે ગામના સરપંચ રાજેશભાઈ લખિયર સહિતના પંચાયતના હોદ્દેદારોને ધાક-ધમકી આપવામાં આવી હતી. જો મારૂ મકાન તોડવામાં આવશે તો તમોને જીવતા નહીં રહેવા દઈએ. આ રેકોર્ડીંગ પણ પોલીસ ઈન્સ્પેક્ટર રાઠોડને આપવામાં આવ્યું હતું. સાથે તાલુકા પંચાયતના અધિકારી-મંત્રીને પણ રેકોર્ડીંગ મોકલાયું હતું.
બીજી તરફ આજે સવારે તાલુકા પંચાયતની ટીમ મશીનરી, માણસો સાથે પાડતોડ કરવા સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ પાડતોડ કામગીરી શરૂ થતા જ મહિલાએ ફિનાઈલ પી લીધું હતું અને બેભાન જેવી હાલતમાં પડી જતા તાત્કાલિક ૧૦૮ ની ટીમ બોલાવી તેમની જરૂરી સારવાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ કાફલો પણ આવી પહોંચતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે ખડકાયેલા મકાન-દુકાનનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial