Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ શ્રદ્ધાળુએ વીડિયો વાયરલ કરતા વિવાદઃ
ઓખા તા. ૨૨: બેટ દ્વારકામાં આવેલા મંદિરમાં રૂ।.પ૦૦ મેળવી ગુપ્ત દરવાજાથી શ્રદ્ધાળુઓને ઝડપથી દર્શન કરાવી દેવાતા હોવાનો વિવાદ ઉભો થયો છે. આ બાબતનો વીડિયો વાયરલ થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકામાં રોજેરોજ સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે દર્શન માટે લાંબી કતાર જોવા મળી રહી છે. તે દરમિયાન રૂ।.પ૦૦ ચૂકવીને ગુપ્ત દરવાજેથી દર્શન કરાવી દેવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
કોઈ શ્રદ્ધાળુએ આ બાબતનો વીડિયો બનાવી વાયરલ કર્યાે છે. જેમાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાઈ રહ્યું છે કે એક વ્યક્તિ કહે છે રૂ।.પ૦૦ આપો અને આ લાઈનમાં આવી જાવ, બાકીના લોકો બીજી લાઈનમાં જતા રહો. પૈસાના જોરે યાત્રાધામમાં આ રીતે દર્શન વેચાય રહ્યા છે ત્યારે પૈસા આપી શકે તે જ વ્યક્તિ ભગવાનના જલદી દર્શન કરી શકે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
કમાણી કરવા માટે આ મંદિરનો દરવાજો અવારનવાર બંધ કરી દેવામાં આવતો હશે કે કેમ? તેવો પ્રશ્ન પણ શ્રદ્ધાળુઓમાં પ્રગટ્યો છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા માટે વલખતા શ્રદ્ધાળુઓને વીઆઈપી ગેઈટ તરફ ધકેલવા માટે કૌભાંડ ચાલી રહ્યું હોય તેમ સમજાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial