Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનારને વળતર પેટે ચૂકવાશે રૂ।. ૪ લાખઃ
જામનગર તા. ૨૨: જામનગર તાલુકાના ધુળશીયા ગામના એક શખ્સને ત્રણ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ કરી પોતાની સાથે લઈ જવા ઉપરાંત તેણી પર સાત મહીના સુધી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનારને રૂ।. ૪ લાખ વળતર પેટે ચૂકવી આપવામાં આવશે.
આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના ધુળશીયા ગામના જગદીશ કાળુભાઈ સીતાપરા (ઉ.વ.૩૫) નામના શખ્સે વર્ષ ૨૦૨૩માં સવા સોળ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ સગીરાને મોબાઈલ આપી તેની સાથે વાત કરતા રહેતા જગદીશે તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યાર પછી તા. ૧૮-૬-૨૩ની રાત્રે આ સગીરાને ઘરેથી નીકળી જવા ઉકસાવી જગદીશ પોતાની સાથે રણુજાથી બસમાં બેસાડી રાજકોટ અને ત્યાંથી ગાંધીનગર લઈ ગયો હતો અને સાત મહિના સુધી પોતાની સાથે રાખી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાતા આઈપીસી તથા પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. આરોપીને દબોચી લેવાયો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોકસો અદાલતમાં ચાલવામાં આવતા સરકાર પક્ષ તરફથી ૧૬ સાક્ષીની જુબાની અને ૬૩ દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા. અદાલત બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી જગદીશ કાળુભાઈ સીતાપરાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ-૪ના ગુન્હામાં ૧૦ વર્ષની સખત કેદ તથા કલમ-૬માં ૨૦ વર્ષની સખત કેદ અને કુલ રૂ।. ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. સરકાર તરફથી ભારતીબેન વાદી રોકાયા હતા. ભોગ બનનાર સગીરાને રૂ।. ૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial