Advertisement
Author: નોબત સમાચાર

તાવ આવ્યા પછી નગરના પરિણીતાનું મોત

ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના રણજીતસાગર રોડ પર યુવા પાર્કમાં એક ઈમારતમાં વસવાટ કરતા એકવીસ વર્ષના પરિણીતાને ત્રણેક દિવસથી તાવ આવ્યા પછી બે ખાનગી હોસ્પિટલ સહિતના દવાખાનાઓમાં સારવાર અપાવાઈ હતી. આ યુવતીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્કમાં એબીવીપી ભવનમાં વસવાટ કરતા મહેકબેન પ્રશાંતભાઈ કનખરા (ઉ.વ.ર૧) નામના યુવતીને ત્રણેક દિવસથી ઠંડી સાથે તાવ આવ્યો હતો. જેની તેઓએ સારવાર લેવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન સોમવારે ખાનગી તબીબ પાસે સારવાર લીધા પછી સમર્પણ હોસ્પિટલ અને ત્યાંથી બીજી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયેલા મહેકબેનને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. દીપકભાઈ મનસુખભાઈ કનખરાએ પોલીસને જાણ કરી છે. સિટી એ ડિવિઝનના જમાવાર વાય.એન. સોઢાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ યુવતીના સવા બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. વધુ તપાસ માટે સિટી ડીવાયએસપીને વાકેફ કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh