Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીઝ સિવાયની જગ્યામાંથી આઠ લાખના પથ્થર ખોદી કાઢ્યાઃ
જામનગર તા. ૨૦: લાલપુરના બાબરીયા ગામમાં ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરાતું હોવાની બાતમી પરથી ત્રાટકેલી એસઓજીએ એક લીઝધારકને મંજૂર થયેલી જગ્યા ઉપરાંત અન્ય જગ્યાએથી પથ્થરનું ખોદકામ કરતા હોવાનું ખોલ્યું છે. સ્થળ પર આવી પહોંચેલી ખાણખનીજની ટીમે બીજી જગ્યામાંથી રૂ।.૮ લાખના પથ્થરનું ખનન થયાનું શોધી કાઢ્યા પછી તે રકમ દંડ સ્વરૂપે વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુર તાલુકાના બાબરીયા ગામમાં એક આસામી પથ્થરની ખાણ અંગે લીઝ ધરાવે છે અને આ આસામી લીઝની જગ્યા સિવાયની જગ્યામાં પણ ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહ્યા છે તેવી વિગતો એસઓજીને મળતા એસઓજીના ઈન્ચાર્જ પીએસઆઈ વી.બી. ચૌધરી તેમજ પીએસઆઈ એલ.એમ. જેર, એ.વી. ખેરના વડપણ હેઠળ બાબરીયા ગામમાં ચકાસણી કરાઈ હતી.
આ વેળાએ ખાણખનીજ ખાતાની ટીમ અને લાલપુર પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી. બાબરીયા ગામમાં નુરમામદ મુંગર અલારખા સમા નામના આસામીને પથ્થરની ખાણ માટે લીઝ મળી હતી. તેઓ મંજૂર થયેલી લીઝવાળી જગ્યા ઉપરાંત અન્ય જગ્યામાંથી પણ પથ્થરો ખોદી કાઢતા હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થળ પરથી પથ્થર ખોદવા માટે રાખવામાં આવેલી ત્રણ ચકરડી કબજે કરાઈ છે.
આ આસામીએ લીઝ સિવાયની જગ્યામાં ખોદકામ કરી અંદાજે રૂ।.૮ લાખની ખનીજચોરી કરી હોવાનું જણાઈ આવતા તે દંડ વસૂલવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial