Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા શહેર તથા તાલુકામાં પેટ્રોલ પંપ પર

ખેતીની સિઝન શરૂ થતી હોય ખેડૂતો ચિંતાગ્રસ્તઃ ડીઝલની તંગીના વીડિયો વાયરલ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૦: ખંભાળીયા પંથકમાં ડીઝલની તંગીના વીડિયો વાયરલ થયા છે અને ઠેર ઠેર ડીઝલ-પેટ્રોલ ખરીદવા લાંબી-લાંબી લાઈનો લાગી છે. કેટલાક પેટ્રોલ પંપો પર "ખલાસ"ના બોર્ડ લાગ્યા હોવાનું જાણવા મળે છે. ખેતીની સિઝન આવતી હોય, ચિંતાગ્રસ્ત ખેડૂતો ડીઝલ ખરીદવા પડાપડી કરી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાભરમાં ખેડૂતો ડીઝલની જરૂર હોય, પેટ્રોલ પંપો પર લેવા ઉમટતા તથા નક્કી સંખ્યામાં જ ટેન્કરો પેટ્રોલ પંપો પર ફાળવાતા હોય, કતારો લાગતા થોડા જ સમયમાં જથ્થો ખલાસ થઈ જતાં માલ ખલાસ છે ના પાટીયા અનેક પેટ્રોલ પંપ પર લાગેલા જોવા મળે છે.

હાલ ખેતીની સિઝન શરૂ થઈ હોય, જમીન સરખી કરવા, ખેડવા માટે ટ્રેકટરોની જરૂર હોય તથા પાક હોય તો પાણી માટે એન્જિન ચલાવવા ડીઝલની જરૂર હોય, ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતો ટ્રેકટરો લઈને કે બેરલ અને કેટલા લઈને ઉમટતા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે તો ભાડથર ગામમાં પંપ પર એક દોઢ કિલોમીટર સુધી ટ્રેકટરોની લાઈનોનું દૃશ્ય તથા વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યા છે.

આમ તો દ્વારકા જિલ્લામાં ડીઝલની જ તંગી છે પણ પેટ્રોલની તંગી થશે તો ? એવું માનીને પેટ્રોલ લેવા પણ વાહનચાલકો ઉમટતા પેટ્રોલ પંપો પર મેળા જેવું વાતાવરણ થઈ ગયું હતું.

દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા જિલ્લા પુરવઠા અધિકારી ડે.કલેકટર ક્રિષ્ના સોલંકી દ્વારા લોકોને  પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય, ખોટી અફવામાં ન આવવા અપીલ કરાઈ છે પરંતુ બે દિવસે એક ગાડી આવતી હોય તેવા પંપમાં ગાડી ચાર-પાંચ કલાકમાં ખાલી થઈ જતાં બાકીના દોઢ દિવસ ગાડી ન આવે ત્યાં સુધી માલ ખલાસના પાટીયા જ ફરજિયાત લાગતા હોય તંગીની સ્થિતિ વધુ વ્યાપક બની છે. તથા ખેડૂતોમાં તો પરિવારનો એક વ્યક્તિ ડીઝલ મેળવવા રાખી દીધો છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh