Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવ અંગે પોલીસની સઘન તપાસઃ
જામનગર તા. ૨૦: દ્વારકા નજીક રૂપેણ બંદર પાસેથી ગઈકાલે જામનગરના એક યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે. નજીકમાંથી એક સ્કૂટર પણ સાંપડયું છે. પોલીસે આ બનાવ હત્યાનો છે કે અકસ્માતનો તેની તપાસ શરૂ કરી છે.
દ્વારકા-ઓખા વચ્ચેના માર્ગ પર આવેલા રૂપેણ બંદર પાસે ગઈકાલે જામનગરના યુવરાજસિંહ જાડેજા (ઉ.વ.૧૯) નામના યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
મૃતદેહને નીહાળી પોલીસને જાણ કરતા દ્વારકા પોલીસ ટીમ ધસી ગઈ હતી. સ્થળ પરથી મૃતદેહ ઉપરાંત નજીકમાંથી એક્સેસ સ્કૂટર પણ સાંપડ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ બનાવ અકસ્માતનો છે કે હત્યાનો? તેની ચકાસણી માટે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial