Advertisement
Author: નોબત સમાચાર

લઘુતમ ટેકાના ભાવે ઘઉં ખરીદીની સમય મર્યાદા તા. ૧૫ જુન સુધી લંબાવવામાં આવી

રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૦: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા  આશય સાથે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની લઘુતમ ટેકાના ભાવે (એમએસપી) સીધી ખરીદી પ્રક્રિયા ચાલુ છે. વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા ઘઉં ખરીદીની સમયમર્યાદા લંબાવવાનો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રવિ માર્કેટીંગ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ।. ૨,૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. આ ખરીદી 'ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ' મારફતે સીધી ખેડૂતો પાસેથી કરવામાં આવી રહી છે. અગાઉ ઘઉં ખરીદીની અંતિમ તારીખ ૧૫-૦૫-૨૬ નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને તા. ૧૫-૦૬-૨૬ સુધી કરવામાં આવી છે. અગાઉ તા. ૦૧-૦૨-૨૬ થી ૨૭-૦૩-૨૬ દરમિયાન સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવેલા તમામ ખેડૂત મિત્રો આ લંબાવેલી મુદતનો લાભ લઈ શકશે.

ઉપરાંત ખેડૂત ખાતેદારોની ખરીદી બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન (અંગૂઠાના નિશાન/ વેરિફિકેશન) દ્વારા જ કરવામાં આવશે, જેની તમામ ખેડૂતોએ ખાસ નોંધ લેવી. જો ખેડૂતોને ખરીદી પ્રક્રિયા અંગે કોઈ પણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી જણાય, તો કચેરીના નીચે દર્શાવેલા હેલ્પલાઇન નંબર  ૮૫૧૧૧ ૭૧૭૧૮, ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવો તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh