Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પર્સમાં મોબાઈલ તથા ડોક્યુમેન્ટ હતાઃ
જામનગર તા. ૨૦: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી સરૂ સેક્શન તરફ જવાના રસ્તા પર સપ્તાહ પૂર્વે બપોરના સમયે રિક્ષાની રાહ જોતા એક મહિલાનું મોબાઈલ, ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના નાના લખીયા ગામમાં રહેતા અને આંગણવાડીમાં કાર્યકર તરીકે કામ કરતા પૂનમબા ગંભીરસિંહ જાડેજા નામના મહિલા ગઈ તા.૩૦ના દિને જામનગર આવ્યા પછી સાત રસ્તાથી આગળ સંતોષી માતાના મંદિર પાસે સરૂ સેક્શન તરફ જવાના રસ્તા તરફ વાહનની રાહ જોઈને ઉભા હતા. આ વેળાએ તેઓની પાસે એક પર્સ હતું જેમાં તેમનો રૂ।.૧૨ હજારની કિંમતનો મોબાઈલ તથા અન્ય કાગળો હતા. આ પર્સ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા ગઈકાલે પૂનમબાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial