Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર હાથી શેરીમાં રખડતા પશુઓનો ત્રાસ

સુરક્ષા માટે ઝાંપો નાખવા સ્થાનિકોની માગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ હાથી શેરીમાં રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ફક્ત ટુ-વ્હીલર પસાર થઈ શકે એટલી સાંકડી શેરીમાં ગાય-ભેંસ વગેરે રખડતા પશુઓના ત્રાસથી અહીંથી સ્થાનિકો તથા રાહદારીઓનું પસાર થવું મુશ્કેલી બની ગયું છે.

આ ઉપરાંત સત્યનારાયણ મંદિર રોડ પર રખડતા પશુઓ પકડવા જ્યારે તંત્રની ટીમો નીકળે ત્યારે પશુપાલકો રખડતા પશુઓને શેરીઓમાં હાંકી કાઢે છે ત્યારે હાથી શેરીમાં દોડતા રખડતા પશુઓ જીવલેણ અકસ્માત સર્જી શકે છે. ભૂતકાળમાં શેરી નજીક નાગરચકલા પાસે રખડતા પશુની હડફેટે એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે.

હાથી શેરીમાંથી રખડતા પશુઓનો ત્રાસ દૂર થાય અને સ્થાનિકોની સુરક્ષા માટે શેરીના પ્રવેશ સ્થળે ઝાંપો નાખવાની સ્થાનિકોની માગ ઊઠી છે. ઉલ્લેખનિય છે કે, વાણિયાવાડ વિસ્તારમાં પણ શેરીઓમાં રખડતા પશુઓથી સ્થાનિકોની સુરક્ષા માટે શેરીઓમાં ઝાંપા નાખવામાં આવ્યા છે ત્યારે હાથી શેરીમાં પણ જીવલેણ અકસ્માત નિવારવા ઝાંપો નાખવાની માગ પ્રબળ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh