Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરૂષોત્તમ માસ નિમિત્તે
દ્વારકા તા. ૨૦: દ્વારકાના યુવા રઘુવંશી મહિલા મંડળ તથા યુવા રઘુવંશી ગ્રુપ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસમાં દ્વારકામાં એક ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૨૦-૫-૨૬ના દ્વારકાના ગોકુલ ભુવનમાં સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી પ્રભુ શ્રીનાથજીની આઠે સમાની ઝાંખીનું ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી ગાયત્રી ગરબા મંડળ-ખંભાળીયાના સુપ્રસિદ્ધ કલાકારો તેમના મધુર અને ભક્તિસભર કંઠે શ્રીનાથજી ચરિત્ર અને ઝાંખીઓનું સંગીતમય પ્રસ્તુતિકરણ કરશે. રઘુવંશી સમાજ સહિત દ્વારકાની તમામ ધર્મપ્રેમી જનતાને આ અલૌકિક ભક્તિસભર કાર્યક્રમનો લાભ લેવા અને પ્રભુ દર્શનનો આનંદ માણવા યુવા રઘુવંશી મહિલા મંડળ-દ્વારકા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial