Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિમાં
જામનગર તા. ૨૦: જામનગર જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિકાસના પ્રશ્નો ધારાસભ્ય રાઘવજી પટેલે રજૂ કર્યા હતાં.
જિલ્લા ફરિયાદ સમિતીની બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના અલગ-અલગ વિભાગના ચાલુ અને પેન્ડીંગ પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં મુખ્યત્વે સિંચાઇ, માર્ગ અને મકાન, જમીન, એસ.ટી., પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ., ડી.આઇ.એલ.આર., મત્સ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગના જુદા-જુદા ગામોના પ્રશ્નો રજુ કર્યા હતા.
સિંચાઇ વિભાગના પ્રશ્ન અતંર્ગત જીવાપર ગામે કેનાલ નો પ્રશ્ન, જાબુંડા-ખીરી કેનાલની સાફ સફાઇ, નાની લાખાણી ગામે નદી પર મોટુ તળાવ બનાવવું, હમાપર ગામે આવેલ કેનાલ રીપેર કરવી, ખીમલીયા ગામે ક્ષાર અંકુશના બે તળાવો રીપેર કરવા. જમીનના પ્રશ્નમાં મુખ્યત્વે ખેડુતોની જમીનમાં ખાનગી કંપનીઓ તથા જેટકો દ્વારા નાખવામાં આવતી વીજલાઇનના વળતરનો પ્રશ્ન તેમજ જે ગામમાં વીજલાઇન નાખતી વખતે બાજુમાં સરકારી જમીન ઉપલબ્ધ હોય તો ખેડૂતોની માલિકીની જમીનના બદલે સરકારી જમીનમાં વીજલાઇન નાખવી, જાબુંડાના ખેડુતો ને આઇસીઆઇસીઆઇ બેંકમાં બોજા મુક્તિની નોંધ પડે તેવી વ્યવસ્થા કરવી, ફલ્લા તથા રાવલસર ગામે ગામતળ મંજુર થયેલ છે માપણી કરવી, ડીઆઇએલઆર કચેરી દ્રારા સેટેલાઇટ માપણી ક્ષતિ સુધારણામાં માપણી થયા પછી સમયસર કે.જી.પી. હુકમ થતા નથી માટે હુકમ કરી નોંધ પાડવી, ખીજડીયા ગામમાં ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવેલ જમીન સિવાયની ફોરેસ્ટના કબ્જા વાળી જમીન ખુલ્લી કરવી, નવા મોખાણા ગામે પ્રોપર્ટી કાર્ડ આપવા, ધ્રોલ ગામે પીરબાવા તળાવનું કામ મંજુર થયેલ છે પરંતુ જમીનની એનઓસી આપવામાં આવેલી નથી આથી એનઓસી. આપી તાત્કાલિક કામ ચાલુ કરાવવું વગેરેનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત એસ.ટી. વિભાગમાં બંધ બસ રૂટ શરૂ કરવા અને જામનગર-રાજકોટ રૂટ પર ચાલતી લોકલ બસો ઇન્ટરસિટીના નામે સ્ટોપ આપતી ન હોય સ્ટોપ આપવા. ધ્રોલ ગામે આવેલ આહિર કન્યા છાત્રાલયે લોકલ બસ નો સ્ટોપ આપવો. માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નોમાં દોઢીયા-ખોજા બેરાજા રોડ વાઇડનીંગ કરવો, માટલી થી ધુતારપર ગામ સુધીનો રસ્તો રી-કાર્પેટ કરવો, નવાનાગના અને જુનાનાગના ગામ વચ્ચે બ્રિજનું કામ મંજુર થયેલ છે પણ ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરવું, જામનગર તાલુકાના હાઇ-વે પરના ગામોમાં સ્પીડ બ્રેકર મૂકવા, રૂપારેલ નદી પરના બ્રિજના બન્ને છેડાનું કામ અધુરૂ છે તે પૂરૂ કરવું. પાણી પુરવઠાના પ્રશ્નોમાં ચેલા-૨ ગામે આપવામાં આવતુ રો-વોટર બંધ કરી પીવાલાયક શુદ્ધ પાણી આપવું, ગોરધનપર ગામની પાર્કવુડ સોસાયટીમાં નવી પાઇપલાઇન નાખીને પાણી આપવું,જામનગર અને કાલાવડ તાલુકાના ગામોમાં પાણીની પાઇપલાઇન મરામત કરવાનું કામ ફિનિક્ષ કંપની નિયમિત કરતી નથી જે સમયસર મરામત કરે તેવી વ્યવસ્થા કરવી વગેરે પ્રશ્નો રજુ કર્યા હતાં.
તદુપરાંત પીજીવીસીએલ. અતંર્ગત વાણીયા ગામે એ.જી.ના વીજતાર બદલવા, ખીમલીયા, લાખાબાવળ, જીવાપર, ખંભાલીડા નાનો વાસ, ખંભાલીડા મોટો વાસ, જોગવડ, ઢીંચડા, સચાણા, ચેલા, ઠેબા, મોડા તથા સરમત ગામે નિયમિત જે.જી.વાયનો વીજ પુરવઠો આપવો, અને મોટી ખાવડી ગામે અ.જા.વિસ્તારમાં જુની વીજલાઇન બદલી નવી વીજલાઇન નાખવી સહિતના જામનગર જિલ્લાના વિકાસને લગતા ૬૫ જેટલા પ્રશ્નો ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે રજુ કર્યા હતા. જેમાં મોટા ભાગ ના પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અને બાકી રહેલ પ્રશ્નો ટૂંક સમયમાં હાથ પર લઇ નિકાલ કરવા લગત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial