Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સિનિયર એડવોકેટ સુંદરજીભાઈ કે. રાચ્છનું નિધન

આવતીકાલે તા. ર૧ના રાત્રે ૮ વાગ્યે અંતિમ યાત્રા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના સુપ્રસિદ્ધ સિનિયર એડવોકેટ સુંદરજીભાઈ કે. રાચ્છનું આજે તા. ૨૦-૫-૨૬ના અવસાન થયું છે. મુળ જોડીયાના વતની એસ.કે. રાચ્છ જોડીયા બાર એસો. વકીલ મંડળના વરસો સુધી પ્રમુખપદે રહ્યા હતાં. તેમજ લોહાણા સમાજમાં પણ તેઓની અગ્રણી એડવોકેટ તરીકે પ્રતિષ્ઠા રહી હતી.

એસ.કે. રાચ્છસાહેબે તેમની એડવોકેટ તરીકેની સુદીર્ઘ કારકિર્દીમાં સંખ્યાબંધ પડકારજનક કેસમાં પોતાની કાબેલિયત પુરવાર કરેલ હતી. સમાજ ઉપયોગી અનેકાનેક પ્રવૃતિઓ દ્વારા તેમણે વકીલોની સાથોસાથ અસીલોનાં હૃદયમાં પણ એક સમ્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. છેક વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ ડીકેવી કોલેજ તેમ જ એમ.પી. શાહ કોમર્સ એન્ડ લો કોલેજમાં અપાર વિદ્યાર્થી ચાહના ધરાવનાર વિદ્યાર્થી નેતા તીરકે જનરલ સેક્રેટરી તરીકે કાર્યરત હતાં. વકીલ તરીકે કારકિર્દી ચાલુ કર્યા પછી પણ વકીલમંડળ તેમજ વિવિધ એનજીઓ મારફતે તેમણે કરેલા સમાજોપયોગી કાર્યોની અને સત્કર્મોની સુવાસ સદાય જામનગરવાસીઓનાં હૈયે સચવાયેલી રહેશે. તેમની વિદાયથી જામનગરના વકીલ જગતમાં ન પૂરાય તેવી ખોટ પડી છે.

એસ.કે. રાચ્છ તે ગુજરાતી રંગભૂમિના ગૌરવ સમાન ખ્યાતનામ નાટયકર્મી અને એડવોકેટ વિરલભાઈ રાચ્છ તેમજ અમદાવાદમાં સ્થાયી થયેલા ગુજરાત હાઈકોર્ટના સુપ્રસિદ્ધ એડવોકેટ પ્રેમલભાઈ રાચ્છના પિતા તેમજ તાજેતરમાં જ વિક્રમ સર્જક ગુજરાતી ફિલ્મ 'લાલો' થી ગુજરાતી અર્બન ફિલ્મ જગતમાં ડંકો વગાડનાર અને જીઆઈએફએ એવોર્ડ વિજેતા અભિનેત્રી રિવા રાચ્છના દાદા થાય.

સ્વ. એસ.કે. રાચ્છની અંતિમ યાત્રા આવતીકાલે તા. ૨૧-૫-૨૬ને ગુરૂવારે રાત્રે ૮ વાગ્યે તેમના નિવાસ સ્થાન આશિર્વાદ, ૧૬૯-જે, ઓમકાર બંગલોઝ, વાલકેશ્વરી નગરી, જામનગરથી પ્રસ્થાન કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh