Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુનિયાભરના દર્શનાર્થીઓ જયાં "૫વિત્ર" સ્નાન કરે છે, તે
દ્વારકા તા. ર૦: યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલ પવિત્ર પુરૂષોત્તમ માસ દરમિયાન દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે તેમજ પવિત્ર ગોમતી સ્નાન માટે આવી રહ્યા છે. આવા પાવન માસમાં જ જગત મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન છપ્પન સીડી વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી ગટરના પાણી પવિત્ર ગોમતી નદીમાં વહી જતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
અત્યારે પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે જ દ્વારકાધીશમાં જગતમંદિરના પ્રમુખ પ્રવેશદ્વાર - સ્વર્ગદ્વારને જોડતી છપ્પન સીડી વિસ્તારના ધાર્મિક મહત્ત્વ ધરાવતા મહાપ્રભુજીની બેઠકજી, હરિકુંડ, સુદામા સેતુ વિસ્તારમાં વારંવાર ગટરના ગંદા પાણી ઉભરાઈને દર્શનાર્થીઓના પગપાળા માર્ગ અને ગોમતી નદીમાં વહી જતું હોય, દર્શને જતા ભાવિકોને ગંદા પાણીમાંથી પગપાળા જવું પડે છે જેના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.
આ ગટરનું દુર્ગંધયુક્ત પાણી સીધુ પવિત્ર ગોમતી નદીમાં ભળતું હોય, જેમાં હજારો શ્રદ્ધાળુઓ આચમન અને સ્નાન કરે છે. તેના પવિત્ર જળમાં ગટરના પાણી ભળતા નદી પણ પ્રદુષિત થઈ રહી છે.
સ્થાનિક લોકો અને યાત્રીકોના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા આ બાબતે સતત નજરઅંદાજ કરાતી હોય તેમ અવારનવાર આવી ઘટનાઓ બની છે.
દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક, હોમગાર્ડ ચોક, જોધાભા માણેક ચોક સહિતના અનેક વિસ્તારોમાં પણ અવારનવાર ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળવાની સમસ્યા જોવા મળી છે. પાલીકા તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે યાત્રાધામની છબી પણ ખરડાઈ રહી છે. ગટરના ગંદા પાણીને લીધે રોગચાળો ફેલાવાનો ભય હોય, જાહેર આરોગ્ય સામે પણ ગંભીર ખતરારૂપ છે.
પવિત્ર પુરૂષોત્તમ માસ અને ઉનાળુ વેકેશનના સમયમાં દરરોજ હજારો ભાવિકો દ્વારકા દર્શનાર્થે આવી રહ્યાં છે, જેની સુવિધા જળવાય અને આસ્થા કાયમ રહે તે માટે પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘોર નિંદ્રામાંથી જાગી ગટરના ગંદા પાણીની સમસ્યાનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવે તેવી ઉવ્ર માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial