Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે મદદ પૂરી પાડીઃ
જામનગર તા. ૨૦: જામનગરમાં ખરીદી માટે ગઈકાલે રિક્ષામાં આવેલા મુંબઈના એક આસામી ૨૦ બાંધણીવાળી બેગ રિક્ષામાં ભૂલી ગયા પછી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે સીસીટીવી ફૂટેજ ચકાસી આ રિક્ષાને શોધી કાઢ્યા પછી બેગ પરત અપાવી છે.
જામનગરમાં સોમવારની રાત્રે મુંબઈથી બાંધણીની ખરીદી કરવા માટે દિનેશભાઈ બી. પરમાર નામના આસામી આવ્યા પછી ગઈકાલે બપોરે બર્ધનચોકમાં એક દુકાને ખરીદી માટે પહોંચ્યા હતા.
ત્યાંથી તેઓએ રૂ।.૧૭૫૦૦ની કિંમતની ૨૦ બાંધણી ખરીદ્યા પછી રિક્ષામાં રખાવી તેઓ તળાવની પાળ બાજુ ગયા હતા. તે દરમિયાન બાંધણીવાળી બેગ રિક્ષામાં ભુલાઈ જતાં તેઓએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યાે હતો. પીએસઆઈ બી.બી. સીંગલની સૂચનાથી એએસઆઈ પરેશ ખાણધર સહિતના સ્ટાફે કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા પછી રિક્ષાચાલકનો સંપર્ક કરી મુંબઈના આ આસામીને તેમની બાંધણીવાળી બેગ પરત અપાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial