Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાના મનાઈહુકમની અરજી રદ્દ

એક ઈમારતની દુકાનના દાવા અન્વયે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના એક બિલ્ડીંગમાં આવેલી દુકાનના માલિક સામે અદાલતમાં કરારના વિશિષ્ટ પાલનનો દાવો કરી એક આસામીએ વચગાળાના મનાઈહુકમની માગણી કરી હતી. તેની સામે પ્રતિવાદી પક્ષના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વાદીની વચગાળાના મનાઈહુકમની અરજી રદ્દ કરી છે.

જામનગરના પંકિતભાઈ ભરતભાઈ ધામેલીયાએ ગ્રીન લાઈન બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી દુકાન નં.૧ના માલિક હર્ષાબેન નરેન્દ્રભાઈ ભટ્ટ સામે સિવિલ કોર્ટમાં કરારના વિશિષ્ટ પાલનનો દાવો કર્યાે હતો.

તે દાવા અંતર્ગત વચગાળાના મનાઈહુકમની પણ પંક્તિભાઈ દ્વારા માગણી કરવામાં આવી હતી તેની સામે પ્રતિવાદી હર્ષાબેન ભટ્ટના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો તથા કાયદાકીય જોગવાઈઓની છણાવટને ધ્યાને લઈ અદાલતે પંકિતભાઈની વચગાળાના મનાઈહુકમની માગણીવાળી અરજી રદ્દ કરવાનો આદેશ કર્યાે છે. પ્રતિવાદી હર્ષાબેન ભટ્ટ તરફથી વકીલ ભરતભાઈ સુખપરીયા એસોસિએટ્સના પાર્થ બુદ્ધભટ્ટી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh