Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક તરૂણીનો પરિવાર સાથે મિલાપ કરાવાયોઃ
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયામાં પોલીસ દ્વારા ઓપરેશન મુસ્કાન અંતર્ગત બે કિશોર તથા એક કિશોરી કે જેઓ પોતાના સંબંધીને ત્યાં ગયા પછી પરત આવ્યા ન હતા તેઓને શોધી પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયાના પીઆઈ સી.આર. રાણા, એચ.જી. રાઠોડના વડપણ હેઠળ પીએસઆઈ જે.ટી. ચાવડા, જે.એમ. અગ્રાવત, સરતાજ સાંધ સહિતના સ્ટાફે ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢના પુત્ર તેમજ અન્ય એક પ્રૌઢના પુત્ર પોતાના ઘરેથી સાળાએ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થયા હોય તેઓની શોધખોળ શરૂ કરી હતી. તે ઉપરાંત ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં સંબંધને ત્યાં મધ્યપ્રદેશમાંથી રોકાવા આવેલી એક તરૂણી પણ ગુમ હોવાનું ખૂલ્યું હતું તેની શોધ કરાતી હતી. ઉપરોક્ત ગુમ વ્યક્તિઓમાંથી બે બાળકો ખંભાળિયાથી સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા ત્યાંથી બંનેને શોધી કઢાયા છે. જ્યારે મધ્યપ્રદેશથી ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં આવેલી તરૂણી પોતાની પાસે પૈસા ન હોવાથી માતા, પિતા પાસે પરત જઈ શકી ન હતી અને ખંભાળિયા પોલીસ સ્ટેશને આવી ગઈ હતી. તેણીને પણ માતા-પિતા સાથે મેળાવી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial