Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીના વાલીના અવસાનની આવી હતી રકમઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક શખ્સ સામે મૂળ મોરબીની યુવતીએ બે મહિના પહેલાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવા અંગે અને ગર્ભપાત કરાવવા ઉપરાંત રકમ તથા મોટર પડાવી લેવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હામાં જેલહવાલે રહેલા આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર રહી છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતી અને અગાઉ મોરબીમાં સ્પામાં નોકરી કરતી યુવતી પોતાની બહેનપણી મારફત ગુલાબનગર નજીક હોટલ ચલાવતા શાહરૂખ અબ્દુલ હમીરાણીના સંપર્કમાં આવ્યા પછી શાહરૂખે આ યુવતીને જામનગર આવી જવાનું કહેતા આ યુવતી જામનગર આવી હતી જ્યાં તેણીને રાખી લગ્નની લાલચ આપી શાહરૂખે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ યુવતીનું નિવેદન લેતા તેણીએ દુષ્કર્મ ગુજારવાના કારણે ગર્ભવતી બન્યાની અને ગર્ભ પડાવ્યાની કેફીયત પણ આપી હતી. શાહરૂખે આ યુવતીના માતા, પિતાના મૃત્યુ બદલ મળેલી વળતરની રકમ પડાવી લઈ મોટર પણ ઝૂંટવી લીધાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસે ગુન્હો નોંધી આરોપી શાહરૂખ હમીરાણીની ધરપકડ કરી હતી. જેલહવાલે રહેલા આરોપીએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી. તેના સમર્થનમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, બંને વચ્ચે સહમતીથી સંબંધ બંધાયા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે તેમજ આ યુવતી અગાઉથી જ શાહરૂખ પરિણીત છે તે જાણતી હતી તેમ છતાં રીલેશનમાં રહી હતી તેથી લગ્નની લાલચ આપી હોવાનું માની શકાય તેમ નથી અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી શાહરૂખ હમીરાણીને જામીનમુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, પાર્થ બગડા, જયન ગણાત્રા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial