Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસે રિક્ષાને પીકઅપ વાનની ઠોકરઃ એકનું ઘટનાસ્થળે બીજાનું સારવારમાં થયું મૃત્યુ

રિક્ષાચાલક સહિત બે વ્યક્તિને થઈ ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામ પાસે શનિવારે સવારે એક રિક્ષાને પુરપાટ ઝડપે ધસી આવેલી પીકઅપ વાને ટક્કર મારતા ગોથું મારી ગયેલી રિક્ષામાં જઈ રહેલા એક મુસાફરનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે અને બીજા મુસાફરનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યું છે. રિક્ષાચાલક સહિત બેને ઈજા થઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીક મચ્છી માર્કેટ પાસેથી શનિવારે સવારે જીજે-૧૪-ઝેડ ૭૨૨૪ નંબરની પીકઅપ વાન પુરપાટ ઝડપે પસાર થઈ હતી. તે વાહનના ચાલકે એક રિક્ષાને સાઈડમાંથી ટક્કર મારી દેતા ઉંધી વળી ગયેલી રિક્ષામાંથી રાહુલકુમાર તેમજ ધોનો હેમબ્રમ, તુરી પુર્તિ તથા રિક્ષાચાલક કરણભાઈ સહિતના વ્યક્તિઓ ફેંકાઈ ગયા હતા.

ચારેય ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રાહુલકુમારનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે છાતીમાં ઈજા પામેલા ધોનો, માથા તથા પગમાં ઈજા પામેલા તુરી પુર્તિ અને પગમાં ઈજા પામેલા કરણભાઈને સારવાર આપવામાં આવી હતી. જેમાં ધોનો હેમબ્રમનું મૃત્યુ નિપજ્યું છે. મૂળ બિહાર રાજ્યના મુઝઝફરપુર જિલ્લાના વતની અને હાલમાં સુરતમાં રહેતા રોશન મીથીલેશ ઠાકુર નામના શ્રમિકે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh