Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં રખડતા ઢોરની ગંંભીર સમસ્યાથી નગરજનોમાં ભય અને ચિંતા સાથે ત્રાહીમામ...

નગર૫ાલિકા તંત્રની ઘોર નિષ્ક્રીયતાઃ પકડાયેલા ઢોરને રાખવા ઢોરવાડો જ નથી !

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયાની ન.પા. જ્યારે સી ગ્રેડની હતી ત્યારે ઢોર પકડવાનું ખાસ ટ્રેલર હતું તથા ઢોરને પકડીને બરછા પાડામાં પાલિકાના ઢોરવાડામાં રખાતા તથા માલિકીના ઢોર પકડાય તો દંડ લેવાતો આજે એ ગ્રેડની ન.પાગ્. થવાને મહિનાઓ થઈ જવા છતાં આજની તારીખે પાલિકા પાસે ઢોરવાડો (ડબો) તો નથી પણ બે વર્ષ પહેલા જમીન માંગેલ તેમાં શું થયુ તે પણ કોઈને ખબર નથી...!!

ઢોરના કારણે દસેક વ્યક્તિના મરણ

ખંભાળીયા શહેર તથા હાઈવે પરના વિસ્તારોમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો અને ઈજાઓની તો વાત જ મૂકી દો, પણ અત્યાર સુધીમાં દશથી વધુ વ્યક્તિના મોતને ભેટી સ્વર્ગે ચાલ્યા ગયા છે છતાં તંત્ર કંઈ સગવડ કરતું તો નથી, પણ આના માટે કંઈ વ્યવસ્થા પણ નથી. હાઈકોર્ટનો કડક હુકમ પણ જાણે ખંભાળીયાની હદ આવે તો અમલ ના કરવા જેવી સ્થિતિ થઈ જાય છે...!!

અગાઉ પ્રાંત અધિકારી હતા, હાઈવે પર ઢોરને લીધે બે ના મોત થતા તાકીદે મિટિંગ બોલાવી ઘાસના વેપલા માટે નાખાવાના પોઈન્ટ કરી કડમ અમલની વાત કરેલી પણ પછી કંઈ થયું નહીં, બધું જૈસેથેની સ્થિતિમાં...!!

ખંભાળીયા શહેરમાં દરરોજ રાત્રે આસપાસના ગામો કે વિસ્તારો જેને ખુંટીયા નડતા હોય તે ટ્રેક્ટર ટેમ્પા ભરી રાત્રે ખંભાળીયામાં ઉતારી જાય છે અને સવારથી તેમનું આક્રમણ શહેરમાં શરૂ થઈ જાય છે...!!

શહેરના જોધપુર ગેઈટ, નગરગેઈટ, શારદા સિનેમા રોડ, મુખ્ય બજાર, ઝવેરી બજાર, વારાહી ચોક, સતવારા વાડ, ચાર રસ્તા, સ્ટેશન રોડ સહિતના અનેક મુખ્ય રસ્તાઓ પર અવારનવાર ખુંટીયા ઝઘડતા મિનિટો સુધી રસ્તો બંધ થઈ જાય છે...!! લોકો પાણી છાંટીને છૂટા પાડે છે, પણ પાછી પણ હવે ત્રણ દિવસે એક વખત ખંભાળીયા આવે છે...!!

સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશના પગલે પાલિકાઓને કડક કાર્યવાહી વ્યવસ્થાની કરવા જણાવાયું છે ત્યારે ખંભાળીયા નજીકના વિસ્તારમાં કેટલાક ગૌશાળા એનજીઓવાળા ઘાસચારો અને ઢોરને મૂકવાની વ્યવસ્થા કરે તો રાખવાની તૈયારી છે, તો એ પ્રમાણે કરવાથી પણી રખડતા ઢોરની સંખ્યા ઘરે અને પાલિકા હંગામી જગ્યા મેળવીને ઢોરવાડો શરૂ કરી તયાં વ્યવસ્થા કરી શકે અથવા ગૌશાળાઓને ઢોર માટે મદદ કરીને રાખી શકે.

હાલ ચોમાસાની ઋતુમાં છાંટા પડતા રસ્તા ભીના થવાથી રોડ પર રખડતા પશુઓ અડ્ડો જમાવીને બેસતા વાહનો ક્યાંથી કાઢવા તે પણ પૂછી થાય છે, તો શહેરના મુખ્ય રસ્તાઓ નગરગેઈટ, સ્ટેશન રોડ, જોધપુર ગેઈટ, નવાપરા વિસ્તારમાં વ્યાપક આવી રીતે રોજ ઢોર બેઠા હોય તેથી ટ્રાફિક જામ થઈ જાય છે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh